કિસિંગ સીન / કરિના કપૂર ખાને બોલિવૂડના ‘સિંઘમ’ સાથે લિપ લૉક કરવાનો કર્યો હતો ઈન્કાર? વર્ષો બાદ હવે સામે આવી સાચી હકીકત

Actress Kareena Kapoor Khan Kissed 10 Times In Film To Akshay Kumar

divyabhaskar.com

Mar 08, 2019, 12:52 PM IST

મુંબઈઃ બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ્સના શૂટિંગમાં વ્યસ્ત છે. એક સાથે તે એકથી વધુ ફિલ્મ્સમાં કામ કરી રહ્યો છે. તાજેતરમાં અજયની ‘ટોટલ ધમાલ’ રીલિઝ થઈ હતી અને વહેલી તકે તેની ફિલ્મ ‘તાનાજી’ રીલિઝ થવાની છે. હવે અજય દેવગવ અંગે એક એવા અહેવાલ સામે આવ્યા છે જેમાં કરિના કપૂર ખાનનું નામ સામેલ છે. વાસ્તવમાં કરિના કપૂર અને અજય દેવગન ઘણી ફિલ્મ્સમાં સાથે જોવા મળી ચૂક્યા છે. ‘ઓમકારા’, ‘સત્યાગ્રહ’ અને ‘ગોલમાલ’ સીરિઝ જેવી હિટ ફિલ્મ્સમાં તેમની ધમાલ જોવા મળી ચૂકી છે. પરંતુ હવે એવું સામે આવ્યું છે કે, પ્રકાશ ઝાની ફિલ્મ ‘સત્યાગ્રહ’કરતા પહેલા કરિના કપૂરે અજય દેવગનને ઓન સ્ક્રિન કિસ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.

આ હતું કિસ ના કરવાનું કારણ


- ફિલ્મ ‘સત્યાગ્રહ’માં કરિના કપૂર અને અજય દેવગન વચ્ચે એક લિપ-લૉક સીન ફિલ્માવવાનો હતો પરંતુ કિસિંગ પોલિસી ને ફોલો ના કરતા બેબોએ આ સીન કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
- કોસ્મોપોલિટન મેગેઝીન અને આઈબીટાઈમ્સની રિપોર્ટ અનુસાર, ફિલ્મ મેકર ‘સત્યાગ્રહ’માં અજય અને કરિનાનો એક પેશનેટ મોમેન્ટ શૂટ કરવા માગતા હતા. પરંતુ કરિનાએ આ અંગે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.
- વાસ્તવમાં કરિના કપૂર વર્ષ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કરવાની હતી અને આ સમયે ‘સત્યાગ્રહ’ ફિલ્મ 2013માં રીલિઝ થવાની હતી. કરિના નહોતી ઈચ્છતી કે લગ્ન બાદ તે કોઈ ઓનસ્ક્રિન કિસિંગ સીન આપે. આ જ કારણે કરિના કપૂરે અજય દેવગન સાથેના કિસિંગ સીનનો ઈન્કાર કરી દીધો હતો. આ ફિલ્મમાં અજય-કરિનાની જોડી બની હતી. આ ઉપરાંત ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અર્જુન રામપાલ સહિતના એક્ટર્સ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા.
- ઉલ્લેખનીય છે કે, કરિના કપૂરે ઓનસ્ક્રિન કિસ નથી કરી એવું પણ નથી. બેબો ‘જબ વી મેટ’માં શાહિદ કપૂરને કિસ કરતી તો ‘કમબખ્ત ઈશ્ક’માં અક્ષય કુમાર સાથે 10 વાર લિપ-લૉક કરતા જોવા મળી હતી.
- વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરિના કપૂર ખાન ટૂંકસમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’માં જોવા મળવાની છે. આ સાથે જ તે ‘તખ્ત’માં પણ મહત્વપૂર્ણ રોલમાં જોવા મળશે.

આ પ્રકારના વધુ ન્યૂઝ વાંચવા માટે ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ.

જ્યારે પિતાનું મોત થયું તો અનુપમ ખેરે કર્યું હતું સેલિબ્રેશન, પોતે જ જણાવ્યું હતું તેની પાછળનું કારણ

X
Actress Kareena Kapoor Khan Kissed 10 Times In Film To Akshay Kumar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી