Home » Bollywood » Gossip » South Star Kamal Haasan Once Share Friendship Experience With Superstar Rajesh Khanna

કમલ હસને બૉડીગાર્ડ બની બચાવ્યો હતો રાજેશ ખન્નાનો જીવ, કાકાનો શર્ટ સુદ્ધા ફાટી ગયો હતો છતાંય બાળકોની જેમ કરતાં હતાં વર્તન

Divyabhaskar.com | Updated - Nov 08, 2018, 04:29 PM

મિત્રતા એવી કે કાકાની એક ટોપી પાછી આપવા માટે મુંબઈ આવ્યો હતો કમલ, સંબંધોમાં આ કારણ પડી હતી તિરાડ

 • South Star Kamal Haasan Once Share Friendship Experience With Superstar Rajesh Khanna

  મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર કમલ હસન 64 વર્ષના થઈ ચૂક્યા છે. 7 નવેમ્બર 1954ના પરમકુડી ચેન્નાઈમાં જન્મેલા કમલ હસને કરિયરનો પ્રારંભ 1959માં માત્ર 6 વર્ષની વયે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કર્યો હતો. જ્યારે બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના આમ તો વધારે લોકો સાથે મિત્રતા રાખતા ના હતા પરંતુ તમિલ સિનેમાના સુપરસ્ટાર કમલ હસન તેના નજીકના ફ્રેન્ડ હતાં. કમલ હસન અને રાજેશ ખન્નાએ એકબીજા સાથે સારો સમય પસાર કર્યો છે. કમલ હસને રાજેશ ખન્ના સાથે જોડાયેલી અનેક વાતોનો ખુલાસો કર્યો હતો. જેમકે, રાજેશ ખન્નાએ સાઉથની અનેક ફિલ્મ્સની રિમેકમાં કામ કર્યું હતું. આ માટે તેઓ વારંવાર ચેન્નાઇ આવતા હતાં. આ દરમિયાન કમલ હસન અને રાજેશ ખન્નાની દોસ્તી થઇ હતી. આ પેકેજમાં અમે તમને જણાવીશું કમલ હસન અને રાજેશ ખન્નાની ફ્રેન્ડશીપ તેમજ તેના કેટલાક રસપ્રદ ફેક્ટ્સ વિશે.

  ...જ્યારે અમે બહાર નીકળ્યા તો તેમનું શર્ટ ફાટી ગયું હતું


  -અમે બન્ને સિનેમા અને લાઇફ વિશે ખૂબ ચર્ચાઓ કરતા હતાં. એકવાર અમે બન્ને સાથે એક ફિલ્મ જોવા ગયાં હતાં. તે એક સાધારણ અમેરિકન ફિલ્મ 'ધ સ્વાર્મ' હતી. જોકે, તે સમયે મિસ્ટર ખન્ના એ જાણતા નહોતા કે અમે જ્યાં ફિલ્મ જોવા જઇ રહ્યા છે તે પબ્લિક સ્ક્રિનિંગ છે.
  -તે આ પહેલા ક્યારેય પબ્લિક થિયેટરમાં ગયા જ નહોતા. જોકે, અમે બન્નેએ ફિલ્મ જોઇ અને મિસ્ટર ખન્ના તો છેલ્લે સુધી ફિલ્મ જોતા હતાં. મેં તેમને કહ્યું કે,"જો લોકોને જાણ થશે કે રાજેશ ખન્ના અહીં છે તો ભાગદોડ થઇ જશે પરંતુ તેઓ માનવા માટે તૈયાર જ નહોતા અને આખી ફિલ્મ જોવા ઇચ્છતા હતાં."
  -જ્યારે અમે ફિલ્મ જોઇને નીકળા તો લોકોને જાણ થઇ ગઇ હતી કે રાજેશ ખન્ના આવ્યા છે. બસ પછી તો શું હતું. હું તેમનો બોડીગાર્ડ બન્યો અને ગમે તેમ કરીને તેમને થિયેટરની બહાર લાવ્યો. તેમનું શર્ટ ફાટી ગયું હતું પરંતુ તેમ છતાં તેઓએ ખૂબ એન્જોય કર્યું હતું. તેમની વર્તણુંક નાના બાળક જેવી હતી.

  ટોપી આપવા માટે બોલાવ્યા મુંબઈ


  - કમલે જણાવ્યું હતું કે,‘તે લેન્ડલાઇન ફોનનો જમાનો હતો. મારો પર્સનલ આસિસ્ટન્ટ પણ રાજેશ ખન્નાનો મોટો ફેન હતો. મિસ્ટર ખન્નાએ જાહેરાત કરી કે, તે મારી ફિલ્મ 'સિગપ્પુ રોજાક્કલ'ની રિમેકમાં કામ કરી રહ્યા છે. તેનું મુહૂર્ત આગળના દિવસે જ હતું.’
  -‘મિસ્ટર ખન્નાએ કહ્યું કે મારી ટોપી જે મેં 'સિગપ્પુ રોજાક્કલ'માં પહેરી હતી એ તેમને જોઇએ છે. કારણકે ફિલ્મ દરમિયાન તેઓ એ જ ટોપી પહેરવા ઇચ્છતા હતાં. હું આ વાત માટે તૈયાર થઇ ગયો.’
  - ‘આ સાથે જ તેણે મને કહ્યું કે મુંબઇમાં મુહૂર્ત દરમિયાન હું પણ હાજર રહું. મેં કહ્યું કે મારી હાજરી ત્યાં ના હોય તો વાંધો નહીં. પરંતુ તેમણે ખૂબ આગ્રહ કર્યો. હકીકતમાં તેઓ મુંબઇમાં મને સાઉથના અપકમિંગ સ્ટાર તરીકે ઇન્ટ્રોડ્યુસ કરાવવા ઇચ્છતા હતાં. આ સાથે જ ટોપી ચેન્નાઇથી મુંબઇ પહોંચી અને પછી રાજેશ ખન્ના અને કમલ હસનની દોસ્તી મજબૂત થઇ.’


  હું તેમને 'કાકા' નહીં પરંતુ 'મોટા ભાઇ' બોલાવતો હતો- કમલ હસન

  - કમલ હસનના જણાવ્યાનુસાર, બધા તેમને કાકાના નામથી બોલાવતા હતા પરંતુ હું તેમને હંમેશા 'મોટા ભાઇ' અથવા 'મિસ્ટર ખન્ના' કહીને બોલાવતો હતો.અમે બન્ને એકબીજા સાથે ઘણો સમય પસાર કરતાં હતાં. જ્યારે હું સાઉથનો અપકમિંગ એક્ટર હતો ત્યારે મને યાદ છે કે તેમણે કેવી રીતે મુંબઇમાં મને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો હતો. ખરેખર તે હિન્દી સિનેમાના રાજા હતાં.

  જ્યારે કમલ હાસન અને રાજેશ ખન્નાની દોસ્તીમાં પડી તીરાડ

  - ‘હું ક્યારેય પણ સ્ટાર બનવા ઇચ્છતો ના હતો પરંતુ હું મિસ્ટર ખન્નાને ઓબ્ઝર્વ્ડ કરતો હતો. અમારી ફ્રેન્ડશીપમાં એ સમયે તીરાડ પડી જ્યારે તેમના ઘરે થયેલી પાર્ટીમાં તેઓ થોડા ગુસ્સે થયા હતાં. જોકે, ડિમ્પલ સાથે મારી ફ્રેન્ડશીપ હંમેશા રહેશે.’
  -‘અમારી દોસ્તી ગીતા દત્તની ફિલ્મના એ ગીત જેવી હતી, જેના શબ્દો હતા'બેકરાર દિલ ઇસ તરહ મિલે, જિસ તરહ કભી હમ જુદા ના થે.' આ પછી અમે જ્યારે પણ મળ્યા છીએ એ વાત વધારે મહત્વની ના હતી કે અમે કેટલા લાંબા સમય પછી મળીએ છીએ. હું જાણું છું કે જ્યાં સુધી અમે જીવતા રહીશું સારા દોસ્ત બનીને જ રહીશું.’
  - 'રેડ રોઝ' 1980માં આવેલી રાજેશ ખન્નાની સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ હતી, જે કમલ હસનની તમિલ ફિલ્મ 'Sigappu Rajakkal'ની રિમેક હતી. ડિરેક્ટર ભારતી રાજાની આ ફિલ્મમાં લીડ રોલ કમલ હસન અને શ્રીદેવીએ કર્યો હતો. આ પછી તેની રિમેક બનાવવામાં આવી જેમાં રાજેશ ખન્ના અને પૂનમ ધિલ્લોને કામ કર્યું હતું.

  અંડરગાર્મેન્ટ્સમાં લીક થઈ કમલ હાસનની દીકરીની તસવીરો


  - થોડા સમય પહેલાં સોશ્યિલ મીડિયામાં કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જેમાં સુપરસ્ટાર કમલ હસન તથા સારિકાની દીકરી અક્ષરા હસન અન્ડરગાર્મેન્ટમાં જોવા મળી હતી અને સેલ્ફી લેતી હતી. આ ફોટો ઘણી જ પ્રાઈવેટ હતી. જોકે, અક્ષરાએ આ તસવીરો શૅર કરી નથી. જોકે, તે સાઈબર ક્રાઈમનો શિકાર બની છે. ફોટો એક્ટ્રેસ દિવાનાના નામના ટ્વિટર હેન્ડલ પર શૅર કરવામાં આવે છે. એ કહેવું મુશ્કેલ છે કે આ ફોટો રિયલ છે કે ફૅક. અક્ષરાના ચાહકો આ તસવીરો જોઈને શોક્ડ છે. હજી સુધી અક્ષરા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી અને પોલીસ ફરિયાદ પણ કરી નથી.

  40 કિલોનું કવચ પહેરી, 3 કલાકના મેકઅપ બાદ તૈયાર થતો હતો ‘ખુદાબક્ષ’

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ