પ્રશંસા / જાહન્વી કપૂરે અલગ જ અંદાજમાં કરી પંકજ ત્રિપાઠીની પ્રશંસા, કહ્યું-‘તમે તો આઈસક્રીમ છો, જે બધાને ગમે..’

Janhvi Kapoor Wants To Says That Everyone Likes Pankaj Tripathi Like Ice Cream

divyabhaskar.com

Apr 06, 2019, 05:21 PM IST

મુંબઈઃ જાહન્વી કપૂર બોલિવૂડની લોકપ્રિય સ્ટાર કિડ્ઝમાંથી એક છે. ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’થી લાઈમલાઈટ મેળવનારી જાહન્વી કપૂર બિન્દાસ્ત રીતે પોતાના વિચારો રજૂ કરતી રહે છે. તેણે તાજેતરમાં એક ચેટ શો દરમિયાન જાણીતા એક્ટર પંકજ ત્રિપાઠી સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. જાહન્વી કપૂર અનીતા શ્રૉફ અદજાનિયાના શો ‘ફીટ અપ વિધ ધ સ્ટાર્સ’નો ભાગ બની હતી. આ શોમાં જ તેણે પંકજ ત્રિપાઠી સાથેની મુલાકાતની વાત કરી હતી.

જાહન્વીએ પંકજ ત્રિપાઠીને ગણાવ્યાં ‘આઈસક્રીમ’
- જાહન્વીએ શોમાં જણાવ્યું હતું કે,"એક પાર્ટીમાં પંકજ એક્ટિંગ અને ભોજન બનાવવામાં રહેલી સમાનતાઓ વિશે વાત કરી રહ્યાં હતા. આ વાતો હું પણ સાંભળી રહી હતી. જે પછી હું તેમની વાતચીતનો ભાગ બની ગઈ અને મેં પણ મારી વાત રજૂ કરી."
- જાહન્વીએ આગળ જણાવ્યું હતું કે,"મેં તેમને કહ્યું કે સર તમે તો આઈસક્રીમ છો, તમે સૌને ગમો છો. મારી વાત સાંભળતાની સાથે જ તેમણે મને એક લુક આપ્યો."
- જાહન્વીએ આગળ કહ્યું કે,"તેમને (પંકજ ત્રિપાઠીને) લાગે છે હું અત્યારે ધીમે-ધીમે ચાલી રહી છું પરંતુ હાં, મને લાગે છે કે તેઓ એક દિગ્ગજ એક્ટર છે અને પંકજ સર જેવા કોઈ નથી. હું તેમના પ્રત્યેના પોતાના વિચારોને દબાવી શકી નહોતી."
- વર્કફ્રન્ટની વાત કરીએ તો જાહન્વી કપૂર અપકમિંગ ફિલ્મ ‘Rooh-afza’ અને કરન જોહરની ફિલ્મ ‘તખ્ત’માં જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે ઈન્ડિયન એરફોર્સની પ્રથમ મહિલા પાયલૉટ ગુંજન સક્સેનાની બાયોપિકમાં પણ કામ કરી રહી છે. જ્યારે પંકજ ત્રિપાઠી વેબ સીરિઝ ‘મિર્ઝાપુર’માં ‘કાલીન ભૈયા’ના રોલથી ચર્ચામાં રહ્યાં હતા.

અમિતાભ બચ્ચનની જાસૂસી કરવા માગે છે વિદ્યા બાલન, રેડિયો શોમાં કર્યો ખુલાસો

X
Janhvi Kapoor Wants To Says That Everyone Likes Pankaj Tripathi Like Ice Cream
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી