તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 'સંજુ'માં વિકી બન્યો છે સંજય દત્તનો પાક્કો ગુજરાતી મિત્ર, સુરતમાં રહી શીખ્યો ભાષા, Sanju Biopic Film, Sanjay Dutt Best Frie

'સંજુ'માં વિકી બન્યો છે સંજય દત્તનો પાક્કો ગુજરાતી મિત્ર, સુરતમાં રહી શીખ્યો ભાષા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 'સંજુ' 29 જૂનના રોજ રીલિઝ થઈ રહી છે. સંજય દત્તના જીવન પર આધારિત આ ફિલ્મમાં રણબિર કપૂર સંજય દત્ત બન્યો છે. ફિલ્મમાં પરેશ રાવલ, મનિષા કોઈરાલા, અનુષ્કા શર્મા, સોનમ કપૂર, વિકી કૌશલ સહિતના કલાકારો છે. વિકી કૌશલ ફિલ્મમાં સંજય દત્તનો ગુજરાતી ફ્રેન્ડ બન્યો છે. હાલમાં જ વિકીએ ફિલ્મમાં પોતાના પાત્ર તથા કેવી રીતે તૈયારી કરી તે અંગે વાત કરી હતી.


પાત્ર અંગે કહી આ વાતઃ
'સંજુ' અંગે પોતાના પાત્ર અંગે વિકીએ કહ્યુ હતુ કે આ ફિલ્મમાં તે સંજય દત્તના ફ્રેન્ડ પરેશનો રોલ કરી રહ્યો છે. પરેશ હાલમાં ન્યૂયોર્કમાં રહે છે અને તેમની વચ્ચે ગાઢ મિત્રતા છે. જોકે, ફિલ્મમાં સંજય દત્તના અન્ય ફ્રેન્ડ્સ તથા પરેશનુ પાત્ર મિક્સ કરવામાં આવ્યું છે. તે એકવાર પરેશને મળ્યો પણ છે અને તેની પાસેથી મિત્રતાના કિસ્સા વાંચ્યા છે.


સુરત ગયો હતો વિકીઃ
વિકીએ કહ્યુ હતુ કે તે, રણબિર કપૂર તથા રાજકુમાર હિરાનીએ એક મહિના સુધી રીડિંગ કર્યું હતું અને તેમનું ગળું પણ બેસી ગયું હતું. આ ફિલ્મમાં 35 વર્ષની સફર છે અને તેનું પાત્ર પણ એ રીતે આગળ વધે છે. ગુજરાતી થિયેટરની ડિમ્પલ શાહ પાસે તે ગુજરાતી શીખ્યો છે. તે પોતાના રોલ માટે 3-4 દિવસ સુરત ગયો હતો અને ડાયમંડ બજારમાં સમય પસાર કર્યો હતો. અહીંયા તેની લાઈવ વર્કશોપ જેવું થઈ ગયું હતું. તે તમામના હાવ-ભાવ નોટ કરતો ગયો હતો. ત્યારબાદ તેણે આખો રિપોર્ટ રાજકુમાર સરને બતાવ્યો હતો.


સંજય દત્ત સાથે કરી મુલાકાતઃ
વિકી ફિલ્મના શૂટિંગ દરમિયાન દિવાળીના દિવસે સંજય દત્તના ઘરે ગયો હતો. તેણે પંજાબીમાં વાત કરી હતી.


રણબિર અંગે કહી આ વાતઃ
રણબિર અંગે વિકીએ કહ્યુ હતુ કે રણબિરે ઘણી જ સારી રીતે પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં રણબિરે ભાગ્યે જ રિટેક આપ્યો છે.