• Gujarati News
  • National
  • શ્રીદેવીને મહેંદી મૂકનારે સોનમના હાથ સજાવ્યા, This Mehndi Artist Put Design On Sonam Kapoor Hand

શ્રીદેવીને મહેંદી મૂકનારે સોનમના હાથ સજાવ્યા, બચ્ચન-અંબાણી પરિવાર પણ છે કસ્ટમર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: આજે અમે તેમને એક એવી વ્યક્તિ વિશે જણાવીશું, જે ન તો ફિલ્મમાં એક્ટિંગ કરે છે કે ન તો ફિલ્મ ડિરેક્ટ કરે છે, છતાં પણ બોલિવૂડની મોટી સેલિબ્રિટી ગણાય છે. આ વ્યક્તિનું નામ છે વીણા નાગદા. વીણા એક મહેંદી ડિઝાઈનર છે. સોનમ કપૂરની મહેંદી સેરેમની માટે વીણાને જ અપોઈન્ટ કરવામાં આવી હતી. શ્રીદેવીને પણ વીણાએ જ મહેંદી મૂકી હતી. બોલિવૂડ વીણાને 'મહેંદી ક્વીન'ના તરીકે ઓળખે છે.


10માં પછી વીણા નહોતી દેવાઈ ભણવાઃ
વીણાનો જન્મ એક જૈન પરિવારમાં થયો હતો. વીણા પાંચ બહેનોમાંથી સૌથી નાની છે. વીણાનું ફેમિલી બહુ કન્ઝર્વેટિવ હતું. વીણાની માતા હાઉસવાઈફ અને પિતા પૂજારી હતાં. 10માં પછી વીણાને ભણવા દેવામાં આવી નહોતી, પણ વીણાએ હિંમત નહોતી હારી. તે ઘરે જ સાડીમાં એમ્બ્રોડરી કરતી હતી. ધીમે ધીમે તેણે મહેંદી ડિઝાઈન કરવાનું શરૂ કરી દીધું અને વીણાને મહેંદીમાં કરિયર બનાવવાનો વિચાર આવ્યો


પહેલી સેલિબ્રિટી કસ્ટમર હતી પૂનમ ધિલ્લોનઃ
17 વર્ષની ઉંમરમાં મુંબઈની આ છોકરીએ હોબીને પોતાની કરિયર બનાવી લીધી. ખૂબ મહેનત પછી ધીમે ધીમે પોતાના બિઝનેસને વિસ્તારવાનો વિચાર કર્યો. વીણાની પહેલી સેલિબ્રિટી કસ્ટમર પૂનમ ધિલ્લોન હતી. વીણા નાગદાને વર્લ્ડમાં સૌથી ઝડપી મહેંદી મૂકવાનો એવોર્ડ પણ મળ્યો છે. મહેંદી ડિઝાઈનમાં વીણાની ક્રિએટિવિટી જોઈને લોકો દંગ રહી જાય છે. વીણાએ બ્રાઈડલ મહેંદી, નેલ આર્ટ, શેડેડ મહેંદી, હીરા-મોતી મહેંદી વગેરેમાં નિપુણતા હાંસલ છે. વીણાના ક્લાઈન્ટ્સમાં અંબાણી પરિવાર, ડાયમંડ કિંગ વિજયભાઈ શાહથી લઈને ઘણા રાજા-મહારાજ સામેલ છે.

 

(વાંચો, બોલિવૂડ એક્ટ્રેસિસના હાથમાં વીણાએ મૂકી છે મહેંદી...)