• Home
  • Bollywood
  • Gossip
  • Akshay Kumar Dared To Say ‘’Maha Pakau’ To Her Wife While She Was Explaining Something

અક્ષય-ટ્વિંકલ / જ્યારે અક્કીએ કરી પત્નીને ‘મહાપકાઉ’ કહેવાની હિંમત, ટ્વિંકલે જાહેરમાં લગાવી દીધી ક્લાસ

બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમારના હાલ ઘરમાં સામાન્ય પતિ જેવા જ!

divyabhaskar.com | Updated - Feb 14, 2019, 05:38 PM
Akshay Kumar Dared To Say ‘’Maha Pakau’ To Her Wife While She Was Explaining Something

મુંબઈઃ અક્ષય કુમાર ભલે બોલિવૂડના ખિલાડી હોય પરંતુ ઘરમાં તો અસલી ખિલાડી તેની પત્ની ટ્વિંકલ ખન્ના જ છે. ટ્વિંકલ ઘણીવાર કોઈના કોઈ મુદ્દે અક્ષયની ક્લાસ લગાવતી જોવા મળે છે. ઘરની બહાર અક્ષય ગમે તેટલો મોટો સ્ટાર હોય ઘરમાં તો તે પણ સામાન્ય પતિ જેવો જ બની જાય છે. તાજેતરમાં ટ્વિંકલે પોતાના ટ્વિટર પર અક્ષય કુમારની એક તસવીર શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે અક્કીએ તેને ‘મહાપકાઉ’ ગણાવી હતી.

અક્કીએ કરી પત્ની સામે બોલવાની હિંમત...

- વાસ્તવમાં ટ્વિંકલે અક્ષયને એક ઈંગ્લિશ શબ્દનો અર્થ જણાવવાં કહ્યું હતું જે અક્કી જણાવી શક્યો નહીં. જ્યારે ટ્વિંકલે અક્ષયને આ શબ્દનો અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો તો અક્ષયે પત્નીને ‘મહાપકાઉ’ કહી દીધી.
- ટ્વિંકલે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ સાથે અક્ષયની તસવીર પણ છે જેમાં અક્કી પોતાનો ચેહરો બગાડીને બેઠો છે જાણે કે તેને કોઈ બાબતે ઠપકો સાંભળવો પડ્યો હોય.
- આ તસવીરના કેપ્શનમાં ટ્વિંકલે લખ્યું હતું કે,"ભારતીય પુરુષો માટે એક ટિપ- એક બ્લેક ટર્ટલ નેક ટીશર્ટ તમને Exponential સ્તરે સ્માર્ટ બનાવી શકે છે, માત્ર તમારે તમારી બાજુમાં બેસનારી મહિલાને આનો અર્થ પૂછવાની ભૂલ ના કરવી અને હાં, આ શબ્દનો અર્થ સમજાવનારને ‘મહાપકાઉ’ કહીને સંબોધવું તમારી માટે લાભદાયી રહેશે નહીં."
- અક્ષય અને ટ્વિંકલે આ વર્ષે જાન્યુઆરીમાં જ પોતાના લગ્નના 18 વર્ષ પૂર્ણ કર્યા છે. વેડિંગ એનિવર્સરીએ ટ્વિંકલ પતિને પંચ કરતી જોવા મળી હતી. અક્ષયે આ વીડિયો શેર કરતા ફની કેપ્શન આપ્યું હતું.
- હાલ અક્ષય કુમાર તેની અપકમિંગ ફિલ્મ ‘કેસરી’ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મના ઘણા ટીઝર સામે આવી ચૂક્યા છે. અક્ષય કુમારની આ ફિલ્મ 21 માર્ચના રોજ રીલિઝ થશે. આ સાથે જ અક્ષય કુમારે હવે કરિના કપૂર ખાન સાથેની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

જે પતિનું ઘર છોડી અલગ રહેવા લાગી ટીવી સીરિયલ ‘દીયા ઔર બાતી હમ’ની એક્ટ્રેસ, હવે તેની સાથે જ લેટ નાઈટ પાર્ટી જોવા મળી, કરી ચૂકી છે ડિવોર્સની અરજી

X
Akshay Kumar Dared To Say ‘’Maha Pakau’ To Her Wife While She Was Explaining Something
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App