નખરા / આકાશ અંબાણીના લગ્નમાં 'નાગિન'એ કર્યો તમાશો, પૈસા એડવાન્સ લઈને પર્ફોમન્સ આપવાની પાડી દીધી ચોખ્ખી ના

gold fame mouni roy threatned to canceled her performance in akash ambani wedding

divyabhaskar.com

Mar 31, 2019, 02:59 PM IST

મુંબઈઃ દેશના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણી તથા નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન નવ માર્ચના રોજ હતાં. આકાશે ડાયમંડ મર્ચન્ટ રસેલ મહેતાની દીકરી શ્લોકા સાથે લગ્ન કર્યાં છે. આકાશ અંબાણીના લગ્નનું ફંકશન્સ ચાર દિવસ ચાલ્યું હતું. આ ચારેય ફંક્શન્સમાં દેશ-વિદેશની હસ્તીઓ સામેલ થઈ હતી. વિદેશથી આવેલા તમામ મહેમાનોને હાઈ સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું. લગ્નમાં ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય પણ સામેલ થઈ હતી. જોકે, મૌનીએ આકાશના લગ્નમાં તમાશો કરીને સિક્યોરિટી ગાર્ડ્સના નાકે દમ લાવી દીધો હતો. મૌનીએ ચારેય દિવસ પર્ફોમ કરવાનું હતું.

ના થઈ કો-ઓપરેટઃ
લગ્નમાં દુનિયાભરની જાણીતી હસ્તીઓ આવી હોવાથી તમામ મહેમાનોને વેન્યૂમાં એન્ટ્રી કરતાં સમયે તેમના ફોનને સીલ કરી દેવામાં આવ્યા હતાં. તમામ મહેમાનોએ પોતાના ફોનને સ્ટીકર લગાવીને સીલ કર્યાં હતાં. જોકે, એક્ટ્રેસ મૌની રોયે ફોનને સીલ કરવાની ના પાડી દીધી હતી. અંતે ઘણી જ માથાકૂટ થયા બાદ મૌનીએ પોતાનો ફોન સીલ કરાવ્યો હતો. જ્યારે મૌની ગ્રીન રૂમમાં તૈયાર થવા ગઈ ત્યારે તેણે ફોનનું સ્ટિકર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટિકરમાં સેન્સર હતાં અને તરત જ સિક્યોરિટી ઓફિસરને આની જાણ થઈ ગઈ હતી. તે તરત જ મૌની પાસે ગયો હતો.

ઉગ્ર દલીલોઃ
મૌનીએ ફોનને લઈ ઉગ્ર દલીલો કરી હતી. તે ફોન પર સ્ટિકર લગાવવા તૈયાર જ નહોતી. અંતે ઘણી જ દલીલો બાદ મૌની સ્ટિકર લગાવવા તૈયાર થઈ હતી. જોકે, થોડી જ વારમાં મૌનીએ ફરીથી સ્ટિકર કાઢી નાખ્યો હતો. અંતે, સિક્યોરિટી ગાર્ડે મૌનીએ સ્પષ્ટ રીતે સૂચના આપી હતી કે હવે તે સ્ટિકર કાઢવાનો એક વાર પણ પ્રયાસ કરે નહીં. આ વાતની મૌની રોય પર ઘેરી અસર થઈ હતી અને અંતે તેણે સ્ટિકર ફોન પર રહેવા દીધું હતું.

પર્ફોમ કરવામાં કર્યાં નખરાઃ
ફોનનો કિસ્સો માંડ પત્યો હતો ત્યાં તો મૌનીએ પર્ફોમન્સ કેન્સલ કરવાની ધમકી આપી દીધી હતી. મૌની આ હરકતની ચર્ચા થવા લાગી હતી. ઉગ્ર ચર્ચાઓ બાદ મૌની પર્ફોમન્સ આપવા તૈયાર થઈ હતી. મૌનીએ પર્ફોમન્સ માટે એડવાન્સ પેમેન્ટ લઈ લીધું હતું. આ જ કારણથી તેણે પર્ફોમન્સ કર્યું હતું. 'ગોલ્ડ'થી ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર મૌની એક્ટર જ્હોન સાથે 'રૉ', અમિતાભ-રણબિર-આલિયા સાથે 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે.

X
gold fame mouni roy threatned to canceled her performance in akash ambani wedding
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી