‘કુમકુમ ભાગ્ય’ની એક્ટ્રેસની બોલિવૂડમાં એન્ટ્રી, ડેબ્યૂ ફિલ્મનું ટ્રેલર જોઈ રડે છે માતા

એક્ટ્રેસ મૃણાલ રીતિક રોશન સાથેની ફિલ્મ ‘સુપર 30’માં પણ જોવા મળશે.

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 05:59 PM
Actress Mrunal Thakur Will Seen in Super 30 After Love Sonia Film

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર વહેલી તકે ફિલ્મ ‘લવ સોનિયા’માં જોવા મળવાની છે. આ એક્ટ્રેસ રીતિક રોશનની ફેન છે. રીતિક સાથે કામ કરવું તેની માટે સ્વપ્ન સમાન હતું જે હવે સાકાર થવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, મૃણાલ રીતિક સાથે ફિલ્મ ‘સુપર 30’માં જોવા મળશે. ‘કુમકુમ ભાગ્ય’ ફેમ મૃણાલ મહારાષ્ટ્રના ધુલિયાથી આવે છે, તેના પિતા બેંકમાં કામ કરતા હતા. ઘરમાં બહેન અને નાનો ભાઈ પણ છે. મૃણાલે જણાવ્યું કે,"ડેબ્યૂ ફિલ્મ ‘લવ સોનિયા’ કહાણીથી મારી માતા ચિંતિત રહે છે. આજેપણ ટ્રેલર જોઈ તેઓ રડી પડે છે." આ ફિલ્મ તબરેઝ નૂરાનીએ ડિરેક્ટ કરી છે.

આમ મળ્યું ‘લવ સોનિયા’માં કામ


- લવ સોનિયામાં કામ મળવા અંગે મૃણાલે જણાવ્યું કે,"હું જ્યારે ટીવી પર કામ કરી રહી હતી ત્યારે કંઈક અનોખું કરવાની ઈચ્છા હતી. ‘કુમકુમ ભાગ્ય’એ મને મોટુ પ્લેટફોર્મ આપ્યું. જે પછી મે કાસ્ટિંગ ડિરેક્ટર જોગીજી સાથે મુલાકાત કરી. ઘણીવાર ઓડિશન થયા અને અંતે ઘણા રાઉન્ડ પછી આ રોલ (લવ સોનિયામાં) મને મળ્યો."
- મૃણાલે જણાવ્યું હતું કે, "ફિલ્મની સ્ક્રિપ્ટ હાર્ડ હિટિંગ છે, પરંતુ મે પોતાનું 100 ટકા યોગદાન આપવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રોજેક્ટનો ભાગ બનવું મારા માટે ગર્વની વાત છે. ફિલ્મમાં મારો રોલ સોનિયાનો છે જે પોતાની બહેનની શોધમાં ગામથી શહેર સુધી જાય છે."
- "પ્રિયંકા ચોપરા અને કંગના રનૉટને પણ એકસમય બાદ જ ટાઈટલ રોલ મળ્યો હતો. મને લાગે છે કે ગત જન્મમાં અમુક સારા કામ કર્યા હશે તો મને આ ફિલ્મ ટાઈટલ રોલ સાથે મળ્યો અને ડેમી મૂર જેવી એક્ટ્રેસ સાથે કામ કરવાની તક મળી."

રીતિક સાથે જોવા મળશે


- રીતિક સાથે કામ કરવા અંગે એક્ટ્રેસે જણાવ્યું હતું કે,"સુપર-30નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. લવ સોનિયા બાદ મે સુપર-30 સાઈન કરી હતી. હું ભાગ્યશાળી છું કે રીતિક રોશનની વિરુદ્ધ કામ કરવાની તક મળી."
- રીતિક સાથેની ફિલ્મમાં કામ કેવી રીતે મળ્યું તે અંગે મૃણાલે જણાવ્યું કે,"હું ઓડિશન આપી ભૂલી ગઈ હતી. 6 મહિના બાદ મને ફરીવાર ટેસ્ટ માટે બોલાવવામાં આવી. 4 રાઉન્ડ બાદ ડિરેક્ટર વિકાસ બહલની સામે ટેસ્ટ થયો. તે પછી જાણ થઈ કે મને ફિલ્મ માટે સિલેક્ટ કરવામાં આવી છે અને હું રીતિક રોશન સાથે કામ કરવા જઈ રહી છું."
- "મને રીતિક સાથે કામ કરવામાં મજા આવી. હું ઘણી ખુશ હતી કે રીતિક રોશન જેવા લિજેન્ડ સાથે કામ કરવાની તક મળી. હું તેમની સાથે કામ કરવામાં નર્વસ પણ થતી હતી. રીતિક મારું ધ્યાન રાખતા અને કહેતા કે હું સેટ પર પ્રોપર મેકઅપમાં રહું, જે કેરેક્ટર માટે યોગ્ય રહે."
- એક્ટિંગ ઉપરાંતના શોખ વિશે મૃણાલે જણાવ્યું કે,"મને ટ્રાવેલિંગનો શોખ છે. જકાર્તા, ઈન્ડોનેશિયા, શ્રીલંકા જેવા સ્થળોએ હું ફરી ચૂકી છું. ટૂંકસમયમાં મારા ઘણા નવા પ્રોજેક્ટ શરુ થશે. એક અઠવાડિયામાં તેની જાહેરાત થશે. હું અમિતાભ બચ્ચન, વરુણ ધવન, જ્હોન અબ્રાહમ, શાહરૂખ ખાન જેવા સ્ટાર્સ સાથે કામ કરવા માંગુ છું."

પ્રિયંકા ચોપરાના ભાવિ પતિનો ખુલાસો, પ્રથમવાર ક્યારે અને કેવી રીતે થઈ હતી ‘દેસી ગર્લ’ સાથે મુલાકાત

X
Actress Mrunal Thakur Will Seen in Super 30 After Love Sonia Film
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App