ઈન્ટરવ્યૂ / દીકરી ન્યાસા અંગે કમેન્ટ્સ કરનારાઓ પર ભડક્યો અજય દેવગન, કહ્યું-‘લોકો ભૂલી જાય છે કે એ માત્ર 14 વર્ષની છે’

Actor Ajay Devgan Speak Out For Merciless Trolling Of Her Daughter By Social Media

divyabhaskar.com

Apr 08, 2019, 05:07 PM IST

મુંબઈઃ બોલિવૂડ સેલેબ્સ ગમે ત્યાં જાય ફોટોગ્રાફર્સ તેમની તસવીરો ક્લિક કરવા ત્યાં પહોંચી જતા હોય છે. માત્ર સેલેબ્સ જ નહીં તેમના પરિવારજનો જેમકે પત્ની, દીકરા અને દીકરીઓ પર પણ ફોટોગ્રાફર્સની નજર હોય છે. જોકે ઘણીવાર ફોટોગ્રાફર્સની તસવીરોના કારણે સ્ટાર કિડ્ઝને ઘણીવાર સોશ્યિલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે. જેમકે અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા દેવગન ઘણીવાર ટ્રોલર્સના નિશાને આવી ચૂકી છે. તે ઘણીવાર પોતાના સ્કિન ટૉન તો અમુક પોતાના શોર્ટ કપડાંઓના કારણે આપત્તિજનક કોમેન્ટ્સનો સામનો કરતી હોય છે. તાજેતરમાં જ ન્યાસાની અમુક તસવીરો સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ હતી અને તેને કારણે જ ન્યાસાને ટ્રોલ કરવામાં આવી હતી. હવે આ મુદ્દે તેના એક્ટર પિતા અજય દેવગને ટ્રોલર્સને આડેહાથ લીધા છે.

દીકરીને કપડા અંગે ટ્રોલ્સ કરનારાઓ પર ભડક્યો અજય દેવગન
- અજય દેવગન પોતાને મળતા મીડિયા અટેંશન અંગે જરાય ચિંતા કરતો નથી. પરંતુ એક પિતા તરીકે દીકરી અંગે કરવામાં આવતી કમેન્ટ્સના કારણે તે ચિંતિત રહે છે.
- બોલિવૂડ એક્ટરે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ભારતમાં રહેલા પાપરાઝી કલ્ચર અંગે વાત કરી અને સાથે મીડિયાને પોતાના બાળકોથી દૂર રહેવા અપીલ કરી હતી.
- અજય દેવગને જણાવ્યું હતું કે,"હું પાપરાઝી ફોટોગ્રાફર્સને વિનંતી કરીશ કે તેઓ બાળકોને છોડી દે. જો કોઈ બાળકના માતા-પિતા સેલિબ્રિટી છે તો શું તમે તેમને શાંતિથી જીવવા નહીં દો? મને નથી લાગતું કે કોઈપણ બાળકને પાપરાઝી કલ્ચર ગમે છે. બાળકોને તેમનું જીવન જીવવા માટે યોગ્ય સ્પેસ જોઈએ છે અને ટ્રોલિંગ જેવી ઘટનાઓ તેમને દુઃખ પહોંચાડે છે."
- અજય દેવગને આગળ કહ્યું હતું કે,"મારી દીકરી ન્યાસા માત્ર 14 વર્ષની છે અને છતાં લોકો આ વાત ભૂલીને બકવાસ કરે છે. જે કપડાંના કારણે ન્યાસા ટ્રોલ થઈ ત્યારે તેણે લાંબો શર્ટ પહેર્યો હતો. લોન્ગ શર્ટ સાથે તેણે શોર્ટ્સ પહેર્યાં હતા. પરંતુ લોન્ગ શર્ટ પહેર્યું હોવાના કારણે શોર્ટ્સ દેખાયા નહીં અને મારી દીકરીને ટ્રોલ કરવામાં આવી. કોઈપણ બાળક પર આ પ્રકારની કોમેન્ટ્સ કરવી યોગ્ય નથી."
- એક ઈન્ટરવૂયમાં કાજોલે દીકરી ન્યાસાના ફ્યૂચર પ્લાન્સ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, તેની દીકરીને એક્ટિંગ વર્લ્ડમાં એન્ટ્રી કરવાની જરાય ઈચ્છા નથી. ન્યાસાને કૂકિંગનો શોખ હોવાને કારણે તે વર્લ્ડ ફેમસ શેફ બનવા માગે છે. હાલ તે સ્વિત્ઝર્લેન્ડમાં અભ્યાસ કરી રહી છે.
- અજય દેવગનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંકસમયમાં ફિલ્મ ‘દે દે પ્યાર દે’માં જોવા મળશે. આ ફિલ્મ આવતા 17 મેનાં રોજ રીલિઝ થવા જઈ રહી છે.

સલમાન ખાને ‘દબંગ-3’નું શૂટિંગ શરૂ કર્યાના 7 દિવસ બાદ જ લીક થઈ ગઈ ફિલ્મની સ્ટોરી

X
Actor Ajay Devgan Speak Out For Merciless Trolling Of Her Daughter By Social Media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી