• Gujarati News
  • National
  • અડધી રાત્રે રસ્તા પર ટીના મુનીમ માટે રડતો હતો સંજુબાબા, In 1982 Tina And Sanjay Dutt Broke Up

અડધી રાત્રે રસ્તા પર ટીના મુનીમ માટે રડતો હતો સંજુબાબા, હતો દારૂના ચિક્કાર નશામાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ સંજય દત્તની બાયોપિક ફિલ્મ 'સંજુ'નું ટિઝર રીલિઝ થયા બાદ તમામ લોકો એક્ટરની પર્સનલ લાઈફ અંગે વાત કરી રહ્યાં છે. સૌથી વધુ રસપ્રદ વાત એ છે કે ચાહકોને સંજુબાબાની 308 ગર્લફ્રેન્ડ અંગે જાણવામાં રસ છે. અત્યાર સુધી આ ફિલ્મને અનેક પોસ્ટર્સ રીલિઝ થઈ ચૂક્યા છે.     હાલમાં જ રણબિર કપૂર તથા પરેશ રાવલનું એક પોસ્ટર રીલિઝ થયું હતું. પરેશ રાવલ ફિલ્મમાં સુનિલ દત્તના રોલમાં છે. ફિલ્મમાં સોનમ કપૂરે ટીના મુનિમનો રોલ કરી રહી છે. ટીના કપૂરે સંજય દત્ત સાથેના સંબંધો તોડતા એક્ટર દારૂના નશામાં ડૂબી ગયો હતો.


સંજુબાબાની પહેલી ગર્લફ્રેન્ડઃ
'રોકી' ફિલ્મથી સંજય દત્તે બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં સંજય દત્તની સાથે ટીના મુનિમ હતી. બંને એકબીજાને નાનપણથી ઓળખતા હતાં. બંનેની નિકટતા જોઈને જ સુનિલ દત્તે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું અને 'રોકી' બનાવી હતી. ટીના તથા સંજય આ ફિલ્મથી એકબીજાના પ્રેમમાં પડ્યા હતાં. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.


થઈ ગયો ડ્રગ્સનો બંધાણીઃ
સંજય દત્ત દારૂ તથા ડ્રગ્સનો બંધાણી થઈ ગયો હતો. ટીના પ્રેમી સંજય દત્તની ઘણી જ કાળજી લેતી હતી. સંજય માટે ટીનાએ પોતાનું કરિયર પણ દાવ પર લગાવી દીધું હતું. ટીનાએ સંજયને સમજાવવાનો ઘણો જ પ્રયાસ કર્યો હતો પરંતુ તે માનવા તૈયાર નહોતો.


(વાંચો, કેમ ટીના મુનિમે લીધો અલગ થવાનો નિર્ણય...)