...તો રીતિક કરતો ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’માં ફિરંગી મલ્લાહનો રોલ, જાણો ફિલ્મ સાથે જોડાયેલા Facts

ઠગ્સ પર બનેલી આ ફિલ્મનો ક્લાઈમેક્સ છે તેનો જીવ, મેકર્સે સિક્રેટ રાખવા જ લીધો હતો આ નિર્ણય

divyabhaskar.com | Updated - Nov 07, 2018, 04:58 PM
Makers Shoot Film in Thailand To Maintain Climax Of The Film Secret

મુંબઈઃ આમિર ખાન અને અમિતાભ બચ્ચની દિવાળી પર રીલિઝ થઈ રહેલી ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’ બોલિવૂડની સૌથી હટકે ફિલ્મ બનવા જઈ રહી છે. કારણે અત્યારસુધી ઠગ પર બોલિવૂડમાં ફિલ્મ બની નથી. ઠગ્સ આ પ્રકારની પ્રથમ ફિલ્મ હોવાની સાથે સારા એવા બજેટમાં બનાવવામાં આવી છે. ફિલ્મ 8 તારીકે રીલિઝ થઈ રહી છે ત્યારે અમે તમારી સમક્ષ ફિલ્મ સાથે જોડાયેલા ફેક્ટ્સ જણાવી રહ્યાં છીએ.

રીતિકને મળવાનો હતો આમિર ખાન વાળો રોલ...

1- આ ફિલ્મ પહેલા 27 સપ્ટેમ્બર 2018ના યશ ચોપરાના જન્મદિવસે રીલિઝ થવાની હતી, જોકે પછી તેને દિવાળી પર રીલિઝ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો, જેથી દિવાળીની રજામાં ફિલ્મને મોટો ફાયદો થઈ શકે.

2- ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’ની વાર્તા 1939માં આવેલા ‘કંફેશન ઑફ ધ ઠગ્સ’નામની નોવેલ પર આધારિત છે. આ 1790થી 1805ની કહાની છે. ગુજરાતી લેખક હરકિસન મહેતાની 'પીળા રૂમાલની ગાંઠ' પણ આ જ વાર્તા ધરાવે છે. આ બ્રિટિશ ઈન્ડિયાના સમયે ઉત્તર પ્રદેશમાં સક્રિય રહેલા ઠગ્સની કહાની છે, જે અંગ્રેજો માટે માથાનો દુખાવો સાબિત થયા હતા.

3- ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવેલી સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મનું બજેટ 240-300 કરોડ જેટલું હોવાનું ટ્રેડ એનાલિસ્ટનો અંદાજ છે.

4- તેમાં પાણીમાં થયેલા યુદ્ધના સીન થાઈલેન્ડમાં શૂટ થયા હતા.

5- યશરાજ અગાઉ રીતિક રોશનને લીડ રોલ માટે સાઈન કરવા માટે વિચાર કરી રહ્યું હતું. જોકે પછીથી ફિલ્મ આમિરના ખાતામાં ગઈ.

6- આ ફિલ્મમાં પ્રથમવાર આમિર અને અમિતાભની જોડી જોવા મળશે. આ પહેલા તેમણે ક્યારેય સાથે કામ કર્યું નથી.

7- આમિર ખાને પોતાના કેરેક્ટર અંગે જણાવ્યું હતું કે,‘ફિરંગી મલ્લાહ ઘણો લાલચી વ્યક્તિ હોય છે. જે પૈસા માટે પોતાની માતાને પણ વેચી શકે છે. તેનું કોઈ ઈમાન નથી.’

8- ફિલ્મના ક્લાઈમેક્સને તેનો જીવ બતાવવામાં આવ્યો છે. જેને સિક્રેટ રાખવા માટે તેનું શૂટિંગ વિદેશમાં રાખવામાં આવ્યું છે.

9- ફિલ્મ માટે વીએફએક્સ અને ટેક્નિકલ ટીમ હોલિવૂડમાંથી હાયર કરવામાં આવી હતી.

10- ફિલ્મમાં જહાજવાળા સીન કરતી વેળાએ ઘણી સાવધાની રાખવામાં આવતી હતી. આ સમયે ત્યાં ખાસ રેસ્ક્યૂ ટીમ, સ્કૂબા ડાઈવર્સ અને ઘટના સ્થળે એમ્બ્યૂલન્સ તથા ડોક્ટર્સની ટીમ હાજર રાખવામાં આવતી હતી. જેથી શૂટિંગ સમયે જો કોઈ દુર્ઘટના થાય તો તાત્કાલિક કાસ્ટ અને ક્રૂને બચાવી શકાય.

પતિ આનંદ આહૂજા સાથે લંડનમાં દિવાળી સેલિબ્રેટ કરી રહી છે સોનમ કપૂર, સાથે જોવા મળ્યા પિતા અનિલ કપૂર, માતા અને બહેન રિયા

X
Makers Shoot Film in Thailand To Maintain Climax Of The Film Secret
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App