બોક્સ ઓફિસ રેકોર્ડઃ માત્ર 7 દિવસમાં અક્ષય કુમારની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ‘2.0’, ‘હોલીડે’ અને ‘જોલી એલએલબી 2’ સહિતની 8 ફિલ્મ્સને ધૂળ ચટાડી

2.0 બની શકે છે અક્કીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ, માત્ર અમુક કરોડનું છે અંતર

divyabhaskar.com | Updated - Dec 06, 2018, 07:02 PM
2 Point 0 is Second Highest Grosser Of All Time For Akshay Kumar

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે જ્યારે ફિલ્મ ‘2.0’ સાઈન કરી હશે ત્યારે વિચાર્યું પણ નહીં હોય કે આ તેના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થશે અને તેના દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડ્સ બોક્સ ઓફિસના અન્ય રેકોર્ડ તોડી નાખશે. ફિલ્મને રીલિઝ થયે 7 દિવસ થઈ ચૂક્યા છે અને આટલા જ દિવસમાં તે અક્ષય કુમારની બીજી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. અહીં અમે તમારી સમક્ષ અક્ષય કુમારની સૌથી મોટી ફિલ્મ્સની લિસ્ટ રજૂ કરી રહ્યાં છીએ.

અક્ષયની સૌથીવધુ કમાણી કરનારી ફિલ્મ્સ

ફિલ્મ્સ

કમાણી
ટૉયલેટઃ એક પ્રેમ કથા 134.25 કરોડ
2.0 132 કરોડ*(હજુ કમાણી વધી રહી છે)
રાઉડી રાઠોડ 131 કરોડ
એરલિફ્ટ 129 કરોડ
રુસ્તમ 127.42 કરોડ
જોલી એલએલબી 117 કરોડ
હાઉસફુલ 2 114 કરોડ
હોલિડે 112.65 કરોડ
હાઉસફુલ 3 107.70 કરોડ
ગોલ્ડ 107.37 કરોડ

સલમાન અને અક્ષય કુમાર વચ્ચે જોવા મળશે ટક્કર


- બોલિવૂડમાં સૌથીવધુ 100 કરોડી ફિલ્મ આપવા મામલે સલમાન ખાન ટોચના ક્રમ છે અને હવે અક્ષય કુમાર તેની નજીક પહોંચી ગયો છે. અક્કી પાસે આ રેકોર્ડ પોતાના નામે કરવા અને દબંગ ખાન પાસે પોતાનો તાજ બચાવવાની બરાબરની તક છે.
- સલમાન ખાનની આવતા વર્ષે ‘ભારત’ રીલિઝ થવાની છે, જે પછી તેની પાસે ભણસાલીની એક ફિલ્મ, ‘કિક-2’, ‘દબંગ-3’ અને ‘વોન્ટેડ-2’ જેવી ફિલ્મ્સની લાઈન લાગેલી છે, જેથી તે પોતાની 100 કરોડી ફિલ્મ્સની લિસ્ટ વધુ લાંબી કરી શકે તેમ છે.
- બીજી તરફ અક્ષય કુમાર આગામી સમયમાં ‘ગુડ ન્યૂઝ’, ‘હાઉસફુલ 4’ અને ‘કેસરી’ સહિતની ફિલ્મ્સ સાથે ભાઈજાનની ચિંતામાં વધારો કરી શકે તેમ છે.

કપિલ-ગિન્નીના લગ્ન માટે ક્લબ કબાનામાં તૈયારીઓ શરૂ, લગ્ન-રિસેપ્શનમાં સરપ્રાઈઝ આપશે કપિલના મિત્રો

X
2 Point 0 is Second Highest Grosser Of All Time For Akshay Kumar
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App