મુંબઈ: બોલિવુડ અભિનેત્રી સની લિયોને ઈન્સ્ટાગ્રામ પર પુત્રી નિશા કૌર વેબર સાથે એક તસવીર પોસ્ટ કરી છે. સનીએ આ તસવીર સાથે પોતાની પુત્રી માટે એક ભાવનાત્મક પૉસ્ટ પણ લખી છે.
દીકરીને છુપાવી જેકેટમાં:
પુત્રી નિશાને પોતાના હુડ જેકેટમાં છુપાવતા શેર કરેલી તસવીર સાથે લખ્યું છે, ''હું ભરોસો આપું છું, મારું દીલ, આત્મા અને શરીરનો દરેક ભાગ તારી સુરક્ષા માટે છે. એનો એર્થ એ છે કે આ દુનિયાની તમામ ખરાબ વસ્તુઓથી તને બચાવવા માટે હું મારો જીવ પણ આપી દઈશ. ખરાબ શૈતાન લોકો સામે દુનિયાના તમામ બાળકોને સુરક્ષાનો અહેસાસ થવો જોઈએ. આવો આપણે આપણાં બાળકોને વધુ નજીક લાવીએ, જેથી કોઈ પણ કિંમતે તે સુરક્ષિત રહે.''
કઠુઆ ગેંગરેપથી દુઃખીઃ
સની લિયોને આ પૉસ્ટ કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે ગેંગરેપની ઘટનાથી દુ:ખી થઈ લખી છે કે નહીં એ વાતની પુષ્ટિ નથી. જોકે, તેની આ પૉસ્ટ ગેંગરેપની દુઃખદાયક ઘટનાને લઈને લોકોમાં તેમના બાળકો પ્રત્યે સુરક્ષા કડક કરવા તરફ ઈશારો કરે છે.
ત્રણ સંતાનોની માતાઃ
સની લિયોને ગયા વર્ષે એક બાળકીને દત્તક લીધી હતી. જેનું નામ સનીએ નિશા કૌર વેબર રાખ્યું છે. નિશા બાદ સનીએ બે બાળકો અશરસિંહ વેબર અને નોઆસિંહ વેબરની માતા બનવાના ખુશખબર આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.