Home » Bollywood » Gossip » સની-બોબીનું ઈન્વેસ્ટમેન્ટ પ્લાન I Sunny Bobby Looking For New Investment

ધર્મેન્દ્ર જે ફાર્મ હાઉસમાં કરે છે આરામ, તેને જ Income સોર્સ બનાવવા માગે છે દીકરાઓ

Divyabhaskar.com | Updated - Jun 20, 2018, 05:45 PM

દેઓલ પરિવારનું આ ફાર્મહાઉસ મુંબઈ પાસેના લોનાવલામાં 100 એકરમાં ફેલાયેલું છે

  • સની-બોબીનું ઈન્વેસ્ટમેન્ટ પ્લાન I Sunny Bobby Looking For New Investment

    મુંબઈઃ ઘણા બોલિવૂડ એક્ટર્સને એક્ટિંગની સાથે સાઈડ બિઝનેસ શરુ કરવામાં રસ હોય છે. સ્પા, સલૂન અને જીમ ચેન ઉપરાંત કેટલાય બોલવૂડ એક્ટર્સ રેસ્ટોરાં અને હોટલ બિઝનેસમાં રોકાણ કરતા રહ્યાં છે. હવે એવા અહેવાલ સામે આવી રહ્યાં છે કે, દેઓલ પરિવાર પણ પોતાના ફાર્મહાઉસ પર હોટલ બનાવવાનું પ્લાન કરી રહ્યું છે. દેઓલ પરિવારનું આ ફાર્મહાઉસ મુંબઈ પાસેના લોનાવલામાં 100 એકરમાં ફેલાયેલું છે. દેઓલ પરિવાર પોતાનો મોટાભાગનો સમય આ ફાર્મહાઉસ પર જ પસાર કરે છે. ધર્મન્દ્ર અહીં સૌથી વધુ રોકાય છે અને ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર અહીંના પ્રાણીઓ સાથેની કે આરામ કરતી તસવીરો શેર કરતા રહે છે. તાજેતરમાં એક વીડિયોમાં ધર્મેન્દ્રએ પોતાના ફાર્મહાઉસની કેરીઓ સાથેનો વીડિયો શેર કરતા જણાવ્યું હતું કે, તેમણે ઘણા પ્રેમથી ફાર્મહાઉસમાં આંબા વાવ્યા હતા.

    એકથી વધુ પ્લાન પર કરી રહ્યાં છે વિચાર


    - એક અહેવાલ અનુસાર, હવે દેઓલ પરિવાર પોતાના ફાર્મહાઉસને એક લક્ઝરી હોટલ અથવા અન્ય વસ્તુમાં ફેરવવા માગે છે.
    - આ અંગે જ્યારે બોબી દેઓલને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેણે આ વાતની પૃષ્ટિ તો ન કરી પરંતુ સાથે તેને ખોટી પણ ગણાવી નહોતી.
    - બોબીએ જણાવ્યું હતું કે "ફાર્મહાઉસ અંગે અમારી પાસે ઘણા મોટા પ્લાન છે, પરંતુ હાલ આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમે જોઈએ છીએ કે તેને તૈયાર કરી ભવિષ્યમાં શું બનાવી શકીએ છીએ. કદાચ તે હોટલ હોય કે બીજુ કંઈપણ. આ વિશે ઘણા વિચાર છે જોઈએ શું ફાઈનલ કરીએ છીએ."
    - બોબી અને સની દેઓલ કદાચ આ ફાર્મહાઉસને પોતાના નવા રોકાણ તરીકે જોઈ રહ્યાં છે, જોકે તેની પર પિતા ધર્મેન્દ્રનું શું રિએક્શન આવે છે તે જાણવું રસપ્રદ રહેશે.

    8 વર્ષ પહેલા રણબીરે ફિલ્મમાં કરી હતી ભૂલ, ડૂબતા કરિયરે અપાવી તેની યાદ

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ