'સ્ત્રી'માં 33 વર્ષીય આ સુંદરી બની છે ચૂડેલ, Real lifeમાં ગ્લેમરસ અદાઓથી લગાવે છે આગ

Stree Film Real Ghost Role is Done By Flora Saini Working in South Industry

divyabhaskar.com

Sep 12, 2018, 06:37 PM IST

મુંબઈઃ 31 ઓગસ્ટના રોજ રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં રાજકુમાર રાવ ઉપરાંત શ્રદ્ધા કપૂર પણ મુખ્ય રોલમાં જોવા મળી હતી. અમર કૌશિક દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી હોરર કોમેડી ફિલ્મ પ્રથમ દિવસથી જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને શાનદાર વાત એ છે કે વિકેન્ડ ઉપરાંત વિકડેઝમાં પણ તેની કમાણીની સ્પીડ ઘટી રહી નથી. ફિલ્મ ક્રિટિક્સ અને ફેન્સ તમામ તેની પ્રશંસા કરી રહ્યાં છે. અત્યારસુધીમાં ફિલ્મે 88 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ વહેલી તકે 100 કરોડી ફિલ્મના કલબમાં સામેલ થઈ જશે.

‘સ્ત્રી’ની ભૂતડી વાસ્તવમાં છે ગોર્જીયસ


- આ ફિલ્મમાં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જીની ઘણી પ્રશંસા થઈ રહી છે. જેમની એક્ટિંગ અને ડિરેક્શનને કારણે જ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.
- પરંતુ ફિલ્મના એક કેરેક્ટરને લોકો ભૂલી રહ્યાં છે, જેના વાસ્તવિક ચેહરાને અત્યારસુધી કોઈ ઓળખતું નથી.
- અમે વાત કરી રહ્યાં છે શ્રદ્ધા કપૂર ઉપરાંતની એક્ટ્રેસની, જેણે ભલ-ભલા વ્યક્તિને ફિલ્મમાં પોતાની એક્ટિંગથી ડરાવ્યા હતા. અમે વાત કરી રહ્યાં છે ફિલ્મમાં ‘સ્ત્રી’નો રોલ કરનાર એક્ટ્રેસની.
- ‘સ્ત્રી’નો રોલ કરનાર હસીના સાઉથની ફિલ્મ્સમાં જાણીતું નામ છે. તે અત્યારસુધી રજનીકાંત, પ્રભુ, કાર્તિક બાલકૃષ્ણ અને રાજશેખર જેવા કલાકારો સાથે કામ કરી ચૂકી છે.
- ‘સ્ત્રી’નો રોલ ફ્લોરા સૈનીએ કર્યો હતો. ફ્લોરા 33 વર્ષની છે અને સોશ્યિલ મીડિયા પર પોતાની અદાઓથી લાખો ફોલોઅર્સ ધરાવે છે. ફ્લોરાની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

મુંબઈના રસ્તાઓ પર કચરો ઉપાડતો જોવા મળ્યો એક્ટર, પિતા છે બોલિવૂડના મોટા પ્રોડ્યુસર

X
Stree Film Real Ghost Role is Done By Flora Saini Working in South Industry
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી