• Gujarati News
  • National
  • લગ્નના દિવસે સુંદર દેખવવા માટે આ રીતે પરસેવો વહાવી રહી છે સોનમ, Sonam Kapoor Diet Plan And Workout

લગ્નના દિવસે સુંદર દેખવવા માટે આ રીતે પરસેવો વહાવી રહી છે સોનમ, આ છે Diet Chart

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર આઠ મેના રોજ લગ્ન કરી રહી છે. લગ્નના દિવસે પર્ફેક્ટ દેખાવા માટે સોનમ વર્કઆઉટ કરી રહી છે. divyabhaskar.comએ સોનમ કપૂરની ફિટનેસ ટ્રેનર રાધિકા કાર્લે સાથે ખાસ વાત કરી હતી અને બિગ ડેને લઈ એક્ટ્રેસના ડાયટ તથા વર્કઆઉટ અંગે વિગતે વાત કરી હતી.


છ વર્ષથી છે સોનમની ટ્રેનરઃ
રાધિકા છેલ્લાં છ વર્ષથી સોનમ કપૂરને ફિટનેસ ટ્રેનિંગ આપે છે. રાધિકાએ કહ્યું હતું કે સોનમ ફિટનેસને લઈ ઘણી જ સજાગ છે. તે તેના સ્ટુડિયો અથવા તો એક્ટ્રેસના ઘરે ટ્રેનિંગ આપતી હોય છે. લગ્ન હોવાથી સોનમ કપૂર ઘણી જ વ્યસ્ત છે અને આ સમયે તેના માટે સ્ટુડિયો આવીને વર્કઆઉટ કરવું મુશ્કેલ છે. આથી સોનમ કપૂર પોતાના ઘરે જ રાધિકા સાથે વર્ક આઉટ કરતી હોય છે. સોનમ કપૂરે પોતાના ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પિલાટે, કાર્ડિયો તથા વેઈટ ટ્રેનિંગના ઈક્વિપ્મેન્ટ મૂક્યા છે.


વેડિંગ માટે સ્પેશ્યિલ પ્લાનઃ
રાધિકાએ આગળ કહ્યું હતું કે સોનમ તથા તેણે સાથે મળીને મહિના પહેલાં લગ્નને ધ્યાનમાં રાખીને વર્ક આઉટ તથા ડાયટ પ્લાન તૈયાર કર્યો હતો. સોનમ 45 મિનિટ પિલાટે તથા 45 મિનિટ કાર્ડિયો કરે છે. છેલ્લાં એક મહિનાથી એક્ટ્રેસ વેઈટ ટ્રેનિંગ લેતી નથી. વેઈટ ટ્રેનિંગમાં ઈજા થવાનો ભય રહેલો છે અને તેથી જ આ વર્ક આઉટ છેલ્લાં એક મહિનાથી કરવામાં આવતું નથી. પિલાટે પર ખાસ ફોક્સ કરવામાં આવે છે. આ વર્ક આઉટથી જોઈન્ટ્સ, સ્ટ્રેન્થ તથા ફ્લેક્સીબિલિટીમાં વધારો થયો છે. સોનમ કપૂર છેલ્લાં ઘણાં સમયથી આમથી તેમ દોડધામ કરે છે, તેથી પિલાટેથી સોનમને એનર્જી મળે છે અને તે સ્ટ્રેસ ફ્રી રહી શકે છે.

 

(વાંચો, સોનમ કપૂરનો ડાયટ પ્લાન....)