પતિ આનંદ આહુજા સાથે લિપલૉક કરતી જોવા મળી સોનમ કપૂર, તસવીર થઈ વાઈરલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડની હિટ જોડીઓમાંથી એક એક્ટ્રેસ સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાની છે. સોનમ અને આનંદના જ્યારથી લગ્ન થયા છે ત્યારથી તેઓ હનિમૂન પીરિયડ એન્જોય કરતા જોવા મળી રહ્યાં છે. તેઓ એકબીજાને કેટલો પ્રેમ કરે છે તેની ઝલક સોશ્યિલ મીડિયા પર કપલ દ્વારા શેર કરવામાં આવતી તસવીરોથી જોઈ શકાય છે. તાજેતરમાં મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની સગાઈમાં સામેલ થવા માટે સોનમ અને આનંદ ઈટાલીમાં હતા. આ દરમિયાન બંને બોલ્ડ લુકમાં જોવા મળ્યા હતા. સગાઈ ફંક્શન બાદ મળેલા સમયમાં બંને પૂલ સાઈડ પર રોમાન્ટિક પળો માણતા જોવા મળ્યા હતા. સોનમ અને આનંદ એક તસવીરમાં લિપ-લૉક કરતા જોવા મળ્યા હતા. આ કપલની તસવીર સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. સોનમે જ આ તસવીર પોસ્ટ કરી હતી.

 

ઈટાલીમાં પહોંચ્યા હતા બોલિવૂડ સેલેબ્સ


- ઈટાલીમાં યોજાયેલી ઈશા અંબાણીની સગાઈમાં બૉલિવૂડ સેલેબ્સમાંથી સોનમ કપૂરથી લઈ પ્રિયંકા ચોપરા અને જાહન્વી કપૂરે હાજરી આપી હતી. આ સમયે તેમના લુકને ઘણો પસંદ કરવામાં આવ્યો.
- ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂરે ઘણા સમય સુધી બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે ડેટિંગ બાદ લગ્ન કર્યા હતા. આ બંનેના લગ્ન ઘણા ચર્ચામાં રહ્યાં હતા. તેની તસવીરો પણ સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ હતી.
- હાલ સોનમ કપૂર પોતાના કામની સાથે લગ્નજીવન પર ફોક્સ કરી રહી છે. છેલ્લે સોનમ કપૂર ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં જોવા મળી હતી.

 

સાઉથની હિટ ફિલ્મ્સની રીમેક સફળ થવાની શક્યતા નથી, અક્ષય કુમારથી રણબીરની રીમેક થઈ ચૂકી છે ફ્લૉપ