મુકેશ અંબાણી પરિવાર સાથે આવ્યા હતાં પાર્ટીમાં, ફોટોગ્રાફર્સે કહ્યું, ''સર, જીયો ચાલતું નથી...''

દીપિકા પાદુકોણે પહેલી ડિસેમ્બરના રોજ મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું.

divyabhaskar.com | Updated - Dec 04, 2018, 04:56 PM

મુંબઈઃ આ વર્ષે બોલિવૂડ માટે લગ્નનું વર્ષ રહ્યું છે. દીપિકા પાદુકોણે પહેલી ડિસેમ્બરના રોજ મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું. આ રિસેપ્શનમાં મુકેશ અંબાણી પરિવાર સાથે હાજર રહ્યાં હતાં. જેમાં પત્ની નીતા અંબાણી, દીકરી ઈશા અંબાણી, દીકરો આકાશ, ભાવિ પુત્રવધૂ શ્લોકા, નાનો દીકરો અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટ જોવા મળ્યાં હતાં.


ફોટોગ્રાફર્સે કર્યો આ સવાલઃ
ફોટોગ્રાફર્સને જ્યારે અંબાણી પરિવાર પોઝ આપતા હતાં ત્યારે કેટલાંક ફોટોગ્રાફર્સે મજાક કરવાની શરૂઆત કરી હતી. તેમની વાતો સાંભળીને ત્યાં હાજર રહેલાં તમામ લોકો હસી પડ્યાં હતાં. મુકેશ અંબાણી જ્યારે પરિવાર સાથે હતાં, ત્યારે કેટલાંક મીડિયા પર્સન્સે મુકેશ અંબાણીને કહ્યું હતું, ''સર, જીયો ચાલતું નથી..'' આ સાંભળીને અન્ય ફોટોગ્રાફર્સ હસી પડ્યાં હતાં. તો અંબાણી પરિવારના સભ્યો મુકેશ અંબાણી સામે જોઈ રહ્યાં હતાં કે તો શું જવાબ આપે છે. જોકે, મુકેશ અંબાણી ફોટોગ્રાફર્સનો સવાલ સાંભળીને હસવા લાગ્યા અને તે કંઈક બોલવા જાય તે પહેલાં જ સંજુબાબા ત્યાં આવી ગયો હતો. મુકેશ અંબાણી સામેથી સંજય દત્તને મળવા ગયા હતાં. ત્યારબાદ સંજય દત્ત પૂરા અંબાણી પરિવારને મળ્યો હતો.


રિસેપ્શનમાં આવ્યા હતાં આ સેલેબ્સઃ
હની સિંહ, રાની મુખર્જી, હેમામાલિની, રેખા સિવાય જીતેન્દ્ર-તુષાર કપૂર, શત્રુધ્ન સિંહા, ટાઈગર શ્રોફ-દિશા પટની, સૈફ અલી ખાન-કરિના કપૂર, કરિશ્મા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કેટરિના કૈફ, અરબાઝ ખાન પ્રેમિકા સાથે, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, બોની કપૂર-ખુશી-જાહન્વી-અંશુલા, સારા અલી ખાન, તારા સુતરિયા, અનન્યા પાંડે, કરન જોહર, ક્રિતિ સેનન, જેક્લીન ફર્નાન્ડિઝ, રોહિત શેટ્ટી, અથિયા શેટ્ટી, કુનાલ ખેમુ-સોહા અલી ખાન, પૂજા હેગડે, અનુષ્કા શર્મા, યામી ગૌતમ, હાર્દિક પંડ્યા-એમ એસ ધોની-સાક્ષી સહિતના મહેમાનો આવ્યા હતાં.

રણવિર-દીપિકા રિસેપ્શન, જમાઈ સાથે આવી હેમામાલિની, કપિલ શર્મા, રેખા સહિતના સેલેબ્સનો જામ્યો જમાવડો

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App