મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ આજકાલ અવાર-નવાર સોશ્યિલ મીડિયામાં ટ્રોલ થતા હોય છે. જોકે, કેટલાંક સ્ટાર્સ સામે જવાબ પણ આપતા હોય છે, તો કેટલાંક ચૂપ જ રહે છે. હાલમાં જ એક યુઝર્સે અભિષેકને સોશ્યિલ મીડિયામાં ટ્રોલ કર્યો હતો અને તેને સ્ટુઅર્ટ બિન્ની સાથે સરખાવ્યો હતો.
યુઝરે કરી આ ટ્વિટઃ
એક યુઝરે ટ્વિટ કરી હતી કે ''સ્ટુઅર્ટ બિન્ની બોલિવૂડમાં અભિષએક બચ્ચનનું પ્રતિરૂપ છે. બંનેને સુંદર પત્નીઓ મળી છે. બંને ફિલ્મ્સ તથા ક્રિકેટમાં પિતાને કારણે છે અને બંને યુઝલેસ છે.''
અભિષેકે આપ્યો આ જવાબઃ
અભિષેકે ટ્વિટનો જવાબ આપતા કહ્યુ હતુ, ''ભાઈ મારી જેમ એક માઈલ તો ચાલીને બતાવ. જો તમે 10 પગલા પણ ચાલી શકો તો હું માની જઈશ તમને. તમારી ટ્વિટ જોઈને લાગી રહ્યુ છે કે તમે વધુ દૂર સુધી નહીં જઈ શકો. પોતાને સુધારવામાં સમય આપો. બીજાની ચિંતા ના કરો...''
યુઝરે માંગી માફીઃ
અભિષેકની ટ્વિટ બાદ યુઝરે તરત જ માફી માંગી લીધી હતી અને કહ્યુ હતુ ''એબી એ માત્ર મજાક હતી. તમે તો બહુ જ કૂલ છો..મેં 'તેરા જાદુ ચલ ગયા' થિયેટરામં જોઈ હતી અને તમે સારા લાગતા હતાં. જો તમને ખોટું લાગ્યું હોય તો માફી માંગું છું. મને અહેસાસ થઈ ગયો કે જે પ્રેશર તમારી પર છે અને સચિન તેંડુલકરના પુત્ર પર હશે, તે સામાન્ય વ્યક્તિ સહન કરી શકશે નહીં. માફી માંગું છું...''
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.