પ્રિયંકા ચોપરાના ભાવિ પતિનો ખુલાસો, પ્રથમવાર ક્યારે અને કેવી રીતે થઈ હતી ‘દેસી ગર્લ’ સાથે મુલાકાત

નિક જોનાસે એક અમેરિકન ચેટ શોમાં તેના અને પ્રિયંકાના સંબંધો અંગે ખુલીને વાત કરી હતી.

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 04:43 PM
Nick Jonas Revealed How He Met His Fiancee And Actress Priyanka Chopra

મુંબઈઃ પ્રિયંકા ચોપરાના ભાવિ પતિ અને સિંગર નિક જોનાસે એક અમેરિકન ચેટ શોમાં તેના અને પ્રિયંકાના સંબંધો અંગે ખુલીને વાત કરી હતી. પ્રિયંકા સાથેની પોતાની લવ લાઈફ વિશે વાત કરતા નિકે જણાવ્યું હતું કે,"હું અને પ્રિયંકા એક કોમન ફ્રેન્ડ થકી સંપર્કમાં આવ્યા હતા. પ્રારંભમાં અમે માત્ર મેસેજીસ થકી જ વાત કરતા હતા. લગભગ 6 મહિના બાદ અમે પ્રથમવાર મળ્યા હતા. મે 2017 દરમિયાન અમે ફ્રેન્ડ્ઝ તરીકે રેડ કાર્પેટ પર ચાલ્યા હતા."

5 મહિના બાદ જ સંબંધને આગળ વધારવાનો કર્યો નિર્ણય


- ચેટ શોમાં હોસ્ટ જીમી ફૉલન સાથેની નિકે જણાવ્યું હતું કે,"ધીમે-ધીમે અમારી લાઈફ અમને વિવિધ પ્રસંગોએ મળાવતી રહી. જે પછી અમે જાતે જ એકબીજા સાથે સમય પસાર કરવા લાગ્યા. 5 મહિના પહેલા જ મે અને પ્રિયંકાએ અમારા રોમાન્ટિક સંબંધોને નેકસ્ટ લેવલે લઈ જવાનો નિર્ણય કર્યો."
- "જોકે આ નિર્ણય ઘણી ઝડપથી લઈ લીધો હતો. પરંતુ મને લાગી રહ્યું હતું કે આ યોગ્ય છે અને અમે એ પ્રમાણે જ કર્યું."

18 ઓગસ્ટે કરી સગાઈ


- પ્રિયંકા અને નીકે ફેમિલી મેમ્બર્સ અને ખાસ મિત્રોની હાજરીમાં 18 ઓગસ્ટના રોજ રોકા સેરેમની અને પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં નિકના પિતા કેવિન અને માતા ડેનિસ ભારત આવ્યા હતા.
- સાંજે એન્ગેજમેન્ટ પાર્ટીમાં આલિયા ભટ્ટ, વિશાલ ભારદ્વાજ, સિદ્ધાર્થ રૉય કપૂર પહોંચ્યા હતા. જોકે હજુ તેમના લગ્નની તારીખ નક્કી થઈ નથી.

બે વર્ષની લાડકી દીકરીને લઈ ચિંતિત શાહિદ કપૂર; કહ્યું, ‘મીશાને નોર્મલ લાઈફ જીવવા દો’

X
Nick Jonas Revealed How He Met His Fiancee And Actress Priyanka Chopra
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App