43ની ઉંમરમાં પણ સુપરફિટ રહેવા માટે આવી યુક્તિઓ અજમાવે છે Yummy Mummy શિલ્પા શેટ્ટી

Shilpa Shetty Posted New Fitness Video On Instagram For Her Fans

divyabhaskar.com

Sep 11, 2018, 06:39 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલાપ શેટ્ટીની ગણતરી બી-ટાઉનની સૌથી ફિટ એક્ટ્રેસિસમાં થાય છે. શિલ્પા શેટ્ટી પર વધતી વયની કોઈ અસર જોવા મળી રહી નથી. 43 વર્ષની થઈ ચૂકેલી શિલ્પા હજુપણ 20-25 વર્ષની લાગે છે. પોતાની સુંદરતા અને ફિટનેસને જાળવી રાખવા માટે શિલ્પા ઘણા પ્રયાસ કરતી રહે છે. તાજેતરમાં શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેના થકી તેણે ફેન્સ સમક્ષ પોતાની ફિટનેસના રહસ્યો જાહેર કર્યા છે.

વાયરલ થયો શિલ્પાનો વર્કઆઉટ વીડિયો


- શિલ્પાએ આ વર્કઆઉટ વીડિયો જાહેર કર્યાના અડધા કલાકમાં જ તેને 60 હજારથી વધુ વખત જોવામાં આવ્યો હતો.
- આ વીડિયોમાં શિલ્પા અલગ-અલગ એક્સરસાઈઝ કરતી જોવા મળી રહી છે. શિલ્પાનું આ વર્કઆઉટ વીડિયો એક રીતે ડાન્સ વીડિયો જેવો લાગે છે.
- શિલ્પા તાજેતરમાં જ પતિ રાજ કુન્દ્રાનો બર્થડે સેલિબ્રેટ કરવા બેંગકોકથી મુંબઈ પરત આવી હતી. 9 ડિસેમ્બરના રોજ રાજે પોતાનો જન્મદિવસ પરિવારજનો સાથે સેલિબ્રેટ કર્યો અને સેલિબ્રેશનની તસવીરો તથા વીડિયો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
- ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટીએ બોલિવૂડમાં ઓળખ શાહરૂખ ખાન સાથેની ‘બાજીગર’ (1993)થી મેળવી હતી. જેમાં તે કાજોલની બહેનના રોલમાં હતી. જે પછી અક્ષય કુમાર સાથે 1994માં આવેલી ‘મેં ખિલાડી તૂ અનાડી’ ફિલ્મ પણ સુપરહિટ રહી હતી.
- શિલ્પા શેટ્ટીએ 2009માં બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા, તેમને એક દીકરો પણ છે. શિલ્પાનો જન્મ 8 જુલાઈ 1975ના રોજ મેંગ્લોરમાં થયો હતો.

View this Video post on Instagram

12 વર્ષની વયે જ સુસાઈડ કરવા માગતી હતી આલિયાની મોટી બહેન, પિતા મહેશ ભટ્ટે જણાવ્યું હતું કારણ

X
Shilpa Shetty Posted New Fitness Video On Instagram For Her Fans
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી