Home » Bollywood » Gossip » ShahRukh Khan Returned From Switzerland After Enjoying Vacation With Family

માતા-પિતાના નિધન બાદ ડિપ્રેશનનો શિકાર બની'તી શાહરૂખની બહેન, વર્ષો પછી એરપોર્ટ પર જોવા મળ્યા સાથે

Divyabhaskar.com | Updated - Jul 09, 2018, 07:42 PM

શાહરૂખ બે અઠવાડિયાથી પોતાના પરિવાર સાથે યુરોપમાં વેકેશન માણી રહ્યો હતો.

  • ShahRukh Khan Returned From Switzerland After Enjoying Vacation With Family

    મુંબઈઃ શાહરૂખ ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઝીરો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં શાહરૂખ ખાન પોતાની બહેન શહેનાઝ સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. શાહરૂખ બે અઠવાડિયાથી પોતાના પરિવાર સાથે યુરોપમાં વેકેશન માણી રહ્યો હતો. આ હોલિડેની તસવીરો ગૌરી ખાને પોતાના સોશ્યિલ મીડિયા અકાઉન્ટ પરથી શેર કરી હતી. યુરોપથી સુહાનાની બિકીની તસવીર પણ ઘણી વાયરલ થઈ હતી. વેકેશન માણ્યા બાદ શાહરૂખ ભારત પરત ફર્યો છે અને મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ થયો હતો.

    લાઈમલાઈટથી દૂર રહે છે શહેનાઝ ખાન


    - શહેનાઝ આમતો લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. વર્ષો બાદ તે પોતાના ભાઈ શાહરૂખ સાથે જોવા મળી હતી.
    - શાહરૂખ ખાને પોતાની બહેન વિશે જણાવતા કહ્યું હતું કે "અમે પોતાના માતા-પિતાને ઘણી નાની વયે ગુમાવી દીધા હતા. મારી બહેન પર તેની ઘણી ખરાબ અસર થઈ હતી. તેમના નિધન બાદ શહેનાઝ ના રોઈ અને ના તો કુછ બોલી. તે બીમાર રહેવા લાગી અને એક દિવસ જમીન પર પડી ગઈ જેથી તેના માથા પર ઈજા થઈ. આ ઘટનાના બે વર્ષ બાદ તેણે બોલવાનું બંધ કરી દીધું."
    - જ્યારે શાહરૂખ DDLJના શૂટિંગમાં વ્યસ્ત હતો ત્યારે શહેનાઝ ફરીવાર બીમાર પડી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તે સમયે શાહરૂખે પોતાની બહેનને સ્વિત્ઝર્લેન્ડ બોલાવી અને ત્યાં જ તેની સારવાર કરાવડાવી હતી. માતા-પિતાને ગુમાવ્યા બાદ શાહરૂખે જ શહેનાઝને સંભાળી છે.

    નિધન પહેલા ‘તારક મેહતા..’ના ડૉ. હાથીએ પ્રોડ્યુસર અસિત મોદીને કર્યો'તો ફોન; કહ્યું હતું, ''તબિયત સારી નથી, શૂટ પર નહીં આવી શકું''

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending