• Gujarati News
  • National
  • Social Media Users Troll Shahid Kapoor Wife For Doing Anti Ageing Ad Just In 23 Year

શાહિદ કપૂરની પત્નીએ એન્ટી-એજિંગ ક્રીમની જાહેરાતથી કર્યું એક્ટિંગ ડેબ્યૂ, સોશ્યિલ મીડિયા યુઝર્સ બોલ્યાં, ''કરિનાની નકલ કરવાનું બંધ કરો, તું ક્યારેય કરિના નહીં બની શકે''

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત(23)એ અંતે એક્ટિંગ વર્લ્ડમાં એન્ટ્રી કરી લીધી છે. હાલમાં મીરા રાજપૂત બીજીવાર પ્રેગ્નેન્ટ છે. આ સમયે તેણે પહેલી એન્ટીએજિંગ ક્રીમ માટે શૂટિંગ કર્યું હતું. આ એડનો વીડિયો મીરાએ ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો અને તરત જ યુઝર્સે તેને ટ્રોલ કરી હતી. સોશ્યિલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે જે એન્ટી એજિંગ ક્રીમની વાત મીરા કરે છે, તે ક્રીમ યુઝ કરવા માટે મીરા ઘણી જ યંગ છે. તો કેટલાંક યુઝર્સ તેને એ કારણે ટ્રોલ કરી રહ્યા છે કે તે કરિના કપૂરની કોપી કરે છે.


સોશ્યિલ મીડિયા પર આવ્યા આવી કમેન્ટ્સઃ
Missnevgi નામની યુઝરે લખ્યું, ''મીરા અત્યારે માત્ર 23 વર્ષની છે. મને નથી લાગતું કે તેણે Olay ક્રીમની જરૂર પડે.'' તો અન્ય એક યુઝરે લખ્યું, ''મને ખબર નથી પડતી કે મીરા પોતાની લિમિટ ક્રોસ કરી શકે છે. મીરાને માત્ર લાઈમ-લાઈટમાં રહેવું છે. પહેલાં તો તે પોતે જ કહેતી હતી કે જેવા છો એવા જ રહો અને હવે તે બીજાની કોપી કરી રહી છે.'' અન્ય એક યુઝર Maahivermaએ લખ્યું છે, ''કરિનાની કોપી કરવાનું બંધ કરો. એડ કરવાનો આ વિચાર ત્યારે ક્યા હતો જ્યારે તું પહેલીવાર પ્રેગ્નેન્ટ હતી. હવે કરિનાને જોઈને કોપી કરી. તુ ક્યારેય કરિના બની શકીશ નહીં.'' Sparrowintheketchen નામના યુઝરે લખ્યું, ''નવી નવી માતા બનવા જઈ રહેલી મહિલાઓ માટે આ જાહેરાત હકીકતથી ઘણી જ દૂર છે. અમારી પાસે અનેક લોકોની આર્મી નથી. જે ડિલિવરીના કેટલાંક અઠવાડિયા બાદ અમને ગ્લેમરસ બનાવી શકે. ગ્રેટ એક્ટિંગ મીરા...'' Moniishaabhagat01 નામના યુઝરે કહ્યું, ''મીરા પહેલાં પોતાના ચહેરાનો નોર્મલ ફોટો નાખ અને પછી 28 દિવસની ચેલેન્જ લઈને બંને ફોટોઝને મેચ કર. મને નથી લાગતું કે રિઝલ્ટ જેવું બતાવવામાં આવ્યું છે તેવું જ હશે. આ ફૅક અને હોરિબલ એડ છે.''


શાહિદે કર્યાં પત્નીનાં વખાણઃ
મીરાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની આ જાહેરાતનો વીડિયો મૂક્યો છે અને કેપ્શન આપ્યું છે, ''મા બનવાનો અર્થ એ નથી કે તમે તમારી જાતને ભૂલી જાઓ. મેં ઓલેની 28 દિવસ સ્કિન ટ્રાન્સફોર્મેશન ચેલેન્ડ સ્વીકારી. આ મારી રિબોર્ન સ્ટોરી છે અને તમારી શું છે..?'' જાહેરાતમાં મીરા કહે છે કે કેવી રીતે માતા બન્યા બાદ અને પોસ્ટ પ્રેગ્નેન્સી બાદ મહિલાઓ પોતાનો ગ્લો ગુમાવી દે છે. પછી તે પ્રોડક્ટને ઈન્ટ્રોડ્યૂસ કરે છે અને મીશાના જન્મ બાદની ટ્રાન્સફોર્મેશન સ્ટોરી કહે છે. મીરાની આ જાહેરાતનાં પતિ શાહિદ કપૂરે વખાણ કર્યાં છે અને કમેન્ટ કરી હતી, "Who's this stunner..."।


શાહિદથી છે 13 વર્ષ નાનીઃ
દિલ્હીમાં રહેતી મીરા રાજપૂતે જુલાઈ, 2015માં શાહિદ કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. બંનેની ઉંમરમાં 13 વર્ષનું અંતર છે. લગ્ન સમયે શાહિદ 34નો અને મીરા માત્ર 21 વર્ષની હતી. લગ્નના એક વર્ષ બાદ એટલે કે 22ની ઉંમરમાં મીરાએ (26 ઓગસ્ટ, 2016) દીકરી મિશાને જન્મ આપ્યો હતો. હાલમાં મીરા બીજીવાર પ્રેગ્નેન્ટ છે અને ટૂંક સમયમાં બીજા બાળકને જન્મ આપવાની છે.