બે વર્ષની લાડકી દીકરીને લઈ ચિંતિત શાહિદ કપૂર; કહ્યું, ‘મીશાને નોર્મલ લાઈફ જીવવા દો’

Bollywood Actor Appealed That Kindly Gave Space To Kids For Some Time

divyabhaskar.com

Sep 10, 2018, 03:43 PM IST

મુંબઈઃ શાહિદ કપૂર બીજીવાર પિતા બન્યો છે તે અંગેનો આનંદ એક્ટર જાહેર કરી રહ્યો છે. તેણે પોતાના દીકરાનું નામ ઝૈન કપૂર રાખ્યું છે. જોકે, શાહિદ પોતાના બાળકો અંગે ચિંતિત છે. દીકરી મીશા અંગેની ચિંતા જાહેર કરતા તેણે જણાવ્યું હતું કે,"મીશાને ઘણુ વધારે મીડિયા અટેંશન મળી રહ્યું છે, હું ઈચ્છું છું કે તે નોર્મલ લાઈફ જીવે. હાલ પેપરાજી કલ્ચર વધી ગયું છે. હું ઈચ્છીશ કે એક સ્પેસ નક્કી થવું જોઈએ. જ્યાંસુધી બાળક નેચરલ સ્પેસમાં હોય, ત્યાંસુધી તેને કેમેરા સામે અનકન્ફર્ટેબલ અનુભવ કરાવવો જોઈએ નહીં."

આ કારણે સોશ્યિલ મીડિયા પર શેર કરે છે દીકરીની તસવીરો


- શાહિદે જણાવ્યું હતું કે,"હું પોતાની દીકરી મીશાની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતો રહું છું. હું જાણું છું કે જો મે તસવીરો પોસ્ટ નહીં કરી તો કોઈ બીજું કરશે. આ જ મારી વાસ્તવિકતા છે."
- શાહિદે કહ્યું કે,"હું સંપૂર્ણ રીતે મીશાનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરું છું. હાલ મીડિયા અટેંશન કલ્ચર પહેલા કરતા વધી ગયું છે. હું ઈન્ડસ્ટ્રીમાં 15 વર્ષોથી છું, આ મારા માટે સરળ છે પરંતુ જે લોકો નવા છે તેમની માટે મુશ્કેલ છે."
- શાહિદ કપૂર પહેલા કરીના કપૂર પણ દીકરા તૈમૂરને મળી રહેલા મીડિયા અટેંશન પર પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. તૈમૂર સ્ટાર કિડ્ઝમાં લોકપ્રિય છે, પરંતુ કરીના માને છે કે, અટેંશન કલ્ચરને કારણે બાળકો પાસે સામાન્ય જીવન જીવવાની તક રહેતી નથી.

પુત્રવધૂને આપ્યું રૉક સ્ટારનું ટાઈટલ


- શાહિદ કપૂરની માતા નીલિમા અઝીમ પૌત્રના આગમનના કારણે ઘણી ખુશ છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "અમે ઝૈનના નામકરણ સંસ્કાર સમારોહના આયોજન અંગે નથી વિચારી રહ્યાં. કારણ કે શાહિદ અને મીરા આ વસ્તુઓ પ્રત્યે વિશ્વાસ રાખતા નથી. જોકે ઝૈનના આગમનના સેલિબ્રેશનનું આયોજન કરશું." નીલિમાએ પુત્રવધૂની પ્રશંસા કરી તેને રૉકસ્ટાર વહુનું ટાઈટલ આપ્યું.
- શાહિદ કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની અપકમિંગ ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલૂ’ છે. ફિલ્મમાં શાહિદની સાથે શ્રદ્ધા કપૂર અને યામી ગૌતમ જોવા મળશે. આ ફિલ્મ 21 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે.

TV એક્ટર સુશાંત સિંહની બહેનને થઈ ગંભીર બીમારી, સોશ્યિલ મીડિયા પર માગી રહ્યો છે લોકોની મદદ

X
Bollywood Actor Appealed That Kindly Gave Space To Kids For Some Time
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી