શાહિદ કપૂરે શા માટે લાડકા દીકરાનું નામ રાખ્યું 'ઝૈન', મોમ નીલિમાએ કર્યો ખુલાસો

શાહિદ કપૂર તથા મીરા રાજપૂતના ઘરે બુધવાર(પાંચ સપ્ટેમ્બર)ના રોજ દીકરાનો જન્મ થયો હતો

divyabhaskar.com | Updated - Sep 09, 2018, 03:36 PM
Neelima Azeem talked zain name decide before misha birth

મુંબઈઃ શાહિદ કપૂર તથા મીરા રાજપૂતના ઘરે બુધવાર(પાંચ સપ્ટેમ્બર)ના રોજ દીકરાનો જન્મ થયો હતો. શાહિદ કપૂરે પોતાના દીકરાનું નામ ઝૈન કપૂર રાક્યું છે. હવે, શાહિદ કપૂરની માતા નીલિમા અઝીમે ખુલાસો કર્યો હતો કે શા માટે શાહિદે દીકરાનું નામ ઝૈન રાખ્યું.


મિશાના જન્મ પહેલાં નક્કી હતું દીકરાનું નામઃ
નીલિમા અઝીમે કહ્યું હતું કે શાહિદના દીકરાનું નામ ઝૈન હશે, તે પહેલી દીકરી મિશાનાં જન્મ પહેલાં જ નક્કી થઈ ગયું હતું. નીલિમાએ કહ્યું હતું, જ્યારે મિશાનો જન્મ થવાનો હતો ત્યારે જ નક્કી હતું કે દીકરી થશે મિશા અને દીકરો થશે તો ઝૈન નામ રાખવામાં આવશે.


આ વખતે શાહિદને દીકરો જન્મશેઃ
નીલિમાએ આગળ કહ્યું હતું કે મીરા જ્યારે બીજીવાર પ્રેગ્નેન્ટ થઈ ત્યારે તેને હતું જે આ વખતે દીકરો જન્મશે. તેને એવું સપનું પણ આવ્યું હતું કે જેમાં શાહિદ-મીરા દીકરાને રમાડે છે. તેણે આ સપનાની વાત દીકરા-વહુને પણ કરી હતી.


ચાર નામ છે પસંદઃ
નીલિમાએ વધુમાં કહ્યું હતું કે તેને ચાર નામ પસંદ છે. શાહિદ, ઈશાન, ઝૈન અને કામરાન. આમાંથી ઝૈન નામ સૌ પહેલાં પસંદ કરી લેવામાં આવ્યું હતું. પહેલાં ખોળે દીકરી જન્મી ત્યારે તેનું નામ મિશા રાખવામાં આવ્યું. હવે જ્યારે દીકરાનો જન્મ થયો ત્યારે તેનું નામ ઝૈન રાખવામાં આવ્યું છે.


પૂરો થયો પરિવારઃ
નીલિમાએ કહ્યું હતું કે શાહિદનો પરિવાર હવે પૂરો થઈ ગયો. મા બનવાવની આ આખી પ્રોસેરમાં મીરા એક અદ્દભૂત, બહાદૂર તથા સ્ટ્રોંગ રહી હતી. હવે મિશાને ભાઈ મળી ગયો અને ઈશાનકાકાને ભત્રીજો. શાહિદના પિતા પંકજ કપૂરે પણ કહ્યું હતું કે કોઈ પણ પરિવાર માટે આ ક્ષણ ઘણી જ ખાસ હોય છે. શાહિદનો પરિવાર હવે પૂરો થયો છે. પરિવારમાં નવો સભ્ય આવતા તેઓ ઘણાં જ ઉત્સાહી છે.


2015માં કર્યાં હતાં લગ્નઃ
શાહિદ-મીરાએ સાત જુલાઈ, 2015માં દિલ્હીમાં લગ્ન કર્યાં હતાં. મીરાએ 26 ઓગસ્ટ, 2016ના રોજ દીકરી મિશાને જન્મ આપ્યો હતો.

પત્ની મીરા રાજપૂતની જેમ જ સુંદર છે શાહિદ કપૂરની બે સાળીઓ, એક દિલ્હીમાં કરે છે બિઝનેસ તો બીજી USમાં સેટલ

X
Neelima Azeem talked zain name decide before misha birth
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App