દિવાળીએ 13 વર્ષ નાની મીરા રાજપૂતે શૅર કરી પતિ શાહિદ કપૂર સાથેની લિપલૉક તસવીર, યુઝર્સે કહ્યું-‘લાગે છે ત્રીજાની તૈયારીઓ ચાલી રહી છે’

Mira Rajput Shared Lip Lock Photo As Diwali Celebration Pics

divyabhaskar.com

Nov 08, 2018, 03:26 PM IST

મુંબઈઃ શાહિદ કપૂર અને તેની 13 વર્ષ નાની પત્ની મીરા રાજપૂતની એક તસવીર સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમાં શાહિદ (37) અને મીરા (24) લિપલૉક કરતા જોવા મળી રહ્યાં છે. આ તસવીર મીરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કરી છે. તેણે લખ્યું કે,‘માત્ર પ્રેમ...દિવાળીને શુભ્ચેછાઓ’ જોકે સોશ્યિલ મીડિયા યુઝર આ તસવીરને કારણે મીરાને ટ્રોલ કરતા જોવા મળી રહ્યાં છે.

એક યુઝરે લખ્યું કે,‘લાગે છે ત્રીજાની તૈયારીઓ ચાલી રહી છે’


- મીરાની તસવીર પર અમુક સોશ્યિલ મીડિયા યુઝર તેની ઠેકડી ઉડાડી રહ્યાં છે તો અમુક નારાજગી જાહેર કરી રહ્યાં છે. એક યુઝરે તો લખ્યું કે,‘લાગે છે ત્રીજાની તૈયારી ચાલી રહી છે.’
- એક અન્ય યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે,‘આ તસવીર જોઈને લાગે છે કે તુ સાચે જ નાના શહેરની યુવતી છે. આ દિવાળી છે, વેલેન્ટાઈન ડે નહીં. આ પોસ્ટ દર્શાવે છે કે તારા જેવી મહિલાઓ ભારતીય સંસ્કૃતિ વિશે કશુ જાણતી નથી અને એ પણ નથી ખબર કે સોશ્યિલ મીડિયાનો ઉપયોગ કરવા શું માગે છે. આ તસવીરથી તુ જાહેર શું કરવા માગે છે? ઉફ્ફ તને લાગે છે કે આ પ્રેમ છે? આ પોસ્ટ જોયા બાદ હવે તને સેલિબ્રિટી નથી માની શકતો.’
- એક યુઝરે કહ્યું કે,‘આ ભારત છે અમેરિકા નહીં. કાળી મહિલાના કાળા કામ, એક હીરો શુ મળી ગયો કે હવામાં ઉડવા લાગી. જરા સંભાળ, નહીં તો પાછી બિહાર પહોંચી જઈશ. તે આજના દિવસે જે ગંદગી ફેલાવી છે તેની માટે શબ્દો ઓછા છે...શરમ કર.’

લગ્નના 3 વર્ષમાં જ બે બાળકોની માતા બની મીરા


- મીરા અને શાહિદે જુલાઈ 2015માં અરેન્જ મેરેજ કર્યા હતા. લગ્ન સમયે શાહિદ 34 વર્ષનો અને મીરા 21 વર્ષની હતી. લગ્નના 3 વર્ષ બાદ મીરા 2 બાળકોની માતા છે. 26 ઓગસ્ટ 2016ના તેમની દીકરી મીશાનો જન્મ થયો અને 5 સપ્ટેમ્બર 2018માં તે દીકરા ઝૈનની માતા બની.

શાહિદ સાથે લગ્ન કરવા માટે રાખી હતી એક શરત


- મીરાની મોટી બહેને શાહિદ સાથે લગ્ન કરવા માટે બહેનને મનાવી હતી. જોકે, આ દરમિયાન શાહિદ કપૂર પણ પ્રયાસ કરી રહ્યો હતો.
- અંતે મોટી બહેન અને શાહિદની મહેનત રંગ લાવી અને મીરાએ લગ્ન માટે હા પાડી દીધી.

મીરાએ લગ્ન માટે રાખી હતી શરત
- એક ઈન્ટરવ્યૂમાં શાહિદે ખુલાસો કર્યો હતો કે, મીરાએ તેની સાથે લગ્ન પહેલા એક શરત રાખી હતી. જેમાં તેણે શાહિદને કહ્યું હતું કે તેને પોતાના વાળ પહેલા જેવા રાખવા પડશે ત્યારે જ તેની સાથે લગ્ન કરશે.
- વાસ્તવમાં, બંનેની પ્રથમ મુલાકાત ફિલ્મ ‘ઉડતા પંજાબ’ના શૂટિંગ સમયે થઈ હતી. ત્યારે શાહિદના વાળ ઘણા મોટા હતા. મીરા શાહિદને નાના વાળમાં જોવા માગતી હતી. આ ઉપરાંત લગ્ન સમયે શાહિદના વાળનો રંગ સામાન્ય રાખવાની પણ શરત રાખી હતી.

કેન્સર ગ્રસ્ત સોનાલી બેન્દ્રેએ ન્યૂયોર્કમાં સારવાર દરમિયાન તો ‘સિંઘમે’ દીકરી સાથે, બોલિવૂડ સેલેબ્સે કંઈક આમ સેલિબ્રેટ કરી દિવાળી

X
Mira Rajput Shared Lip Lock Photo As Diwali Celebration Pics
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી