Bollywood / સારા અલી ખાનની 'કેદારનાથ' બોક્સ ઓફિસ પર હિટ, હવે ચાહકોની નજર છે 'સિમ્બા' પર

Actress Sara Ali Khan Speaks About Her Bikini Look & Kissing Scenes in Future

divyabhaskar.com

Dec 20, 2018, 04:44 PM IST

મુંબઈઃ એક્ટર સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન હાલ પોતાની ફિલ્મ ‘કેદારનાથ’ અને ‘સિમ્બા’ના કારણે ચર્ચામાં છે. તેની ડેબ્યૂ ફિલ્મ ‘કેદારનાથ’ રીલિઝ થઈ ચૂકી છે અને બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી પણ કરી રહી છે. આ ઉપરાંત ટૂંકસમયમાં તેની બીજી ફિલ્મ ‘સિમ્બા’ પણ રીલિઝ થવા જઈ રહી છે. ‘કેદારનાથ’માં સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચે ઘણા કિસિંગ સીન જોવા મળ્યા હતા અને તેની પર વિવાદ પણ થયો હતો. હાલ ‘સિમ્બા’ના પ્રમોશનમાં વ્યસ્ત રહેલી સારા અલી ખાનને ફિલ્મ્સમાં બિકીની અને કિસિંગ સીન આપવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો.

કિસિંગ સીન અને બિકીની પહેરવા અંગે બોલી સારા


- સારા અલી ખાને ફિલ્મ્સમાં બિકીની પહેરવા અંગે સ્પષ્ટ જવાબ નહોતો આપ્યો, જોકે તેણે કહ્યું હતું કે,"મે ક્યારેય વિચાર્યું નથી કે ફિલ્મમાં હું ક્યારેય બિકીની પહેરીશ કે કોઈ બોલ્ડ સીન આપીશ. હું એ કરીશ જે દર્શકોની દ્રષ્ટિએ યોગ્ય લાગશે."
- ફિલ્મ ‘કેદારનાથ’ રીલિઝના 13 દિવસ બાદ પણ બોક્સ ઓફિસ પર મજબૂત જોવા મળી રહી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના જણાવ્યાં અનુસાર, ‘કેદારનાથ’ ફિલ્મે પ્રથમ અઠવાડિયા 42.16 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા અઠવાડિયે શુક્રવારે 2.50 કરોડ, શનિવારે 3.75 કરોડ, રવિવારે 5.25 કરોડ, સોમવારે 2 કરોડ અને મંગળવારે 1.90 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મે કુલ 57.44 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. બુધવારની તેની કમાણી 1.50 કરોડ આસપાસ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
- સારા અલી ખાનની બીજી ફિલ્મ ‘સિમ્બા’માં તેની સાથે રણવિર સિંહ લીડ રોલમાં છે. ગત દિવસે તેનું ટ્રેલર રીલિઝ થયું હતું જે લોકોને ગમ્યું હતું. ફિલ્મના 3 ગીત પણ રીલિઝ થઈ ચૂક્યા છે.

2 વર્ષનો થયો કરિનાનો લાડકવાયો, ઈચ્છે તો પણ સૈફ દીકરાને નહીં બનાવી શકે પોતાની સંપત્તિનો વારસદાર

X
Actress Sara Ali Khan Speaks About Her Bikini Look & Kissing Scenes in Future
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી