તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નશામાં ધૂત સંજય દત્તે બહેનનો માર્યો જોરથી ધક્કો, તૂટી ગયો હતો નમ્રતાનો પગ, Sanjay Dutt Sister Fractured

નશામાં ધૂત સંજય દત્તે બહેનનો માર્યો જોરથી ધક્કો, તૂટી ગયો હતો નમ્રતાનો પગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃશાની લત, અંડરવર્લ્ડ સાથે સંબંધ, પોતાનાને ગુમાવવા અને પછી જેલમાં સજા...આટલી સ્ટ્રગ્લ ભરેલા જીવનને ભૂલીને સંજય દત્ત આજે પોતાનું જીવન જીવી રહ્યો છે. જો સંજુબાબા પોતાના ગઈ કાલ અંગે વિચારે તો ચોક્કસથી ડરી જાય. માત્ર સંજય દત્ત જ નહીં તેના ક્લોઝ ફેમિલી મેમ્બર્સ પણ ભૂતકાળને યાદ કરવા માંગતા નથી. સંજય દત્ત પર બનેલી ફિલ્મ 'સંજુ' 29 જૂને રીલિઝ થાય છે. આ ફિલ્મમાં સંજય દત્તના જીવનની અનેક વાતો કહેવામાં આવી છે. સંજય દત્તે દારૂના નશામાં બહેનને ધક્કો માર્યો હતો, જેને કારણે બહેનના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.


બહેન નમ્રતાએ કહી હતી આ વાતઃ
1987માં સોસાયટી મેગેઝિનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં નમ્રતા દત્તે કહ્યુ હતુ કે તે સમયે સંજય દત્તને નશામાંથી બહાર લાવવાનો પ્રયાસ પરિવાર કરતો હતો. સંજય દત્ત સાથે તેણે આ મુદ્દે અનેકવાર વાત કરી પરંતુ તે માનતો નહોતો. સંજય દત્ત ડ્રગ્સ વગર બિલકુલ રહી શકતો નહોતો. એટલું જ નહીં તે હિંસક પણ બની જતો હતો. તેની સાથે ઘણો જ ઝઘડો પણ થતો હતો.

 

આ પણ વાંચોઃ બાથરૂમમાં છૂપાઈને સિગારેટ પીતો હતો સંજય દત્ત, પિતાએ ફટકાર્યો હતો જૂતાથી


એક રાત્રે થયો ભયંકર ઝઘડોઃ
નમ્રતાએ ઈન્ટરવ્યૂમાં આગળ કહ્યું હતું કે એક રાત્રે તેની અને સંજય દત્ત વચ્ચે ઘણો જ ભયંકર ઝઘડો થયો હતો. માતા નરગીસના નિધનને હજી થોડોક જ સમય થયો હતો. પરિવાર ઘણો જ દુઃખી હતી. સંજય દત્ત દારૂના નશામાં ચકચૂર હતો અને તે ઘરે આવીને તેની પર ગુસ્સે થયો હતો. તેણે ગુસ્સામાં સંજય દત્તને જોરથી ધક્કો માર્યો. દારૂના નશામાં સંજય દત્તે તેને જોરથી ધક્કો માર્યો કે તેના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. નમ્રતાએ એક્ટર કુમાર ગૌરવ સાથે લગ્ન કર્યાં છે.