• Gujarati News
  • National
  • સલમાન ખાને પહેલા પ્રેમ માટે કહ્યું,'ઈટ ઇઝ ઓલ બકવાસ' | Salman Khan Told First Love Of Life Is All About Rubbish

સલમાન ખાને પહેલા પ્રેમ માટે કહ્યું,'ઈટ ઇઝ ઓલ બકવાસ'

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ રેસ 3 બોક્સ ઓફિસ પર કોઈ રીતે ટકી રહી છે. આ સાથે જ સલમાન પોતાના ટીવી શો 'દસ કા દમ'ને લઈને પણ ચર્ચામાં છે. જોકે સલમાનનો આ શો પહેલા અઠવાડિયામાં ટીઆરપીમાં પોતાની જગ્યા બનાવી શક્યું નથી. આ માટે શોના મેકર્સે શોનો ટાઈમિંગ પણ ઓછો કરી દીધો છે.

 

પણ બીજા અઠવાડિયાથી સલમાનનો અંદાજ અને ફેન્સ સાથે તેનું કનેક્ટ લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે. સલમાન 10 વર્ષ પછી આ શોને હોસ્ટ કરતા નજરે આવી રહ્યો છે. અન્ય એક પ્રોમોમાં વડીલ મહિલાની સ્પર્ધક તરીકે એન્ટ્રી થાય છે. તેને જોઈને સલમાન ખાન કહે છે,'તમે હશો 17 કે 18 વર્ષના'. આ પછી મહિલા સ્પર્ધક પોતાના મસ્તી ભરેલા અંદાજમાં કહે છે કે,‘સ્વીટ 16.’

 

આ પછી સલમાન ખાન સવાલ કરે છે કે કેટલા ટકા લોકો માને છે કે સાચો પ્રેમ બસ એકવાર થાય છે. સલમાન જવાબની રાહ જોયા વિના જ બોલી જાય છે કે,‘હું તો આ બાબતને જરા પણ માનતો નથી.’ આ પછી મહિલા સ્પર્ધક કહે છે કે, ‘હું પણ આવું જ માનું છું. ‘ઈટ ઇઝ ઓલ બકવાસ’, સલમાન કહે છે.  

 

રેસ્ટોરાંમાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવી જતા તેનું દેવાળું ફૂંકાઈ ગયું