તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલમાન ખાન સ્કૂલમાં દરેક ટીચર સાથે કરતો હતો ફ્લર્ટ, સાઈકલ પર ઘરે મૂકવા પણ જતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ સુપરસ્ટાર સલમાન ખાન પોતાની સ્કૂલના દિવસોમાં ટીચર સાથે ફ્લર્ટ કરતો હતો. સલમાન ખાને ‘દસ કા દમ- દમદાર વિકેન્ડ’ના અપકમિંગ એપિસોડના શૂટ દરમિયાન પોતાના સ્કૂલના દિવસોના કિસ્સા કહ્યા હતા. જ્યારે સલમાને પ્રથમવાર સ્કૂલ ટીચરના પ્રેમમાં પડવાનો સવાલ કર્યો તો તો, તેણે જણાવ્યું હતું કે- તે સ્કૂલમાં રહેતા પોતાની ટીચર સાથે ફ્લર્ટ કરતો હતો. તેણે સ્કૂલ ટીચરને સાઈકલ પર ઘરે ડ્રોપ કરવા જવાની વાત પણ સ્વીકારી હતી. સલમાને કહ્યું હતું કે,‘કોઈને પોતાની ટીચર પર ક્રશ ન હોય આ વાત સંભવ નથી. મોટાભાગના લોકો આ વાત નહીં સ્વીકારે, પરંતુ હું આ વાતને જાહેરમાં કહી શકું છું કે હું ટીચર સાથે ઘણું ફ્લર્ટ કરતો હતો."

 

WWEનો સ્ટાર રેસલર બ્રાઉન સ્ટ્રોમેન કરશે સલમાનને ચેલેન્જ


- ઉલ્લેખનીય છે કે, WWEનો જાણીતા રેસલર બ્રાઉન સ્ટ્રોમેન રિયાલિટી શો ‘દસ કા દમ’ માં સલમાનને ચેલેન્જ આપતો જોવા મળશે.
- શોના પ્રોમોમાં બ્રાઉન લોખંડના પૈનને પોતાના હાથથી વાળી નાખે છે અને પછી કહે છે કે,‘આ લોખંડને તેના હાથથી વાળી શકે છે તો માણસ શું વસ્તું છે’, આમ કહી સ્ટ્રોમેન સલમાન તરફ જોઈ કહે છે કે,‘શું તમે અજમાવવા માગો છો?’ જેની પર સલમાન ના પાડી દે છે અને સાથે ઉભેલી એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા 10 ફૂટ દૂર જતી રહે છે.

 

ગુજરાતી એક્ટ્રેસ આશ્કા ગોરડિયાએ કહ્યું, ''મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી, એમાં થઈ શું ગયું? ભરાવદાર હોઠ જોઈતા હતાં તો મેં કરાવી''