Home » Bollywood » Gossip » સલમાન ખાન આવ્યો જેલની બહાર, salman khan reached airport

Black શર્ટમાં જેલની અંદર ગયેલો 'દબંગ' સલમાન બ્લેક ટી-શર્ટમાં આવ્યો બહાર

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 06:25 PM

કોર્ટમાંથી જામીન મળ્યા બાદ સલમાન ખાન જોધપુર સેન્ટ્રલ જેલથી સીધો એરપોર્ટ ગયો હતો

  • સલમાન ખાન આવ્યો જેલની બહાર, salman khan reached airport
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    જોધપુરઃ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ સલમાન ખાન જોધપુર સેન્ટ્રલ જેલથી સીધો એરપોર્ટ ગયો હતો. સલમાન માટે ખાસ એરપોર્ટ ખાલી કરાવવામાં આવ્યું હતું. જેલની બહાર તથા એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યાં હતાં. 6 સીટર ચાર્ટર્ડ પ્લેનમાં સલમાન ખાન મુંબઈ જવા રવાના થયો હતો. ભીડને જોતા સલમાનની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી.


    બંને બહેનો પહેલેથી જ હતી એરપોર્ટઃ
    જામીનનો ઓર્ડર લઈને બંને બહેનો તથા શેરા સેન્ટ્રલ જેલ ગયા હતાં. ત્યારબાદ જરૂરી કાર્યવાહી પૂરી કરીને બંને બહેનો તરત જ એરપોર્ટ પહોંચી ગઈ હતી. શેરા સેન્ટ્રલ જેલની બહાર પોતાના માલિકની રાહ જોતો હતો. બ્લેક શર્ટમાં અંદર ગયેલો સલમાન બ્લેક ટી-શર્ટમાં જેલની બહાર નીકળ્યો હતો. જેલની બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉભા હતાં.


    સેન્ટ્રલ જેલથી એરપોર્ટ સુધી ચાહકોની ભીડઃ
    જેલથી એરપોર્ટ સુધી મોટી સંખ્યામાં ચાહકોની ભીડ જોવા મળી હતી. કોઈક ધાબે તો કોઈક ઝાડ પર ચઢી ગયા હતાં. દરેક લોકો સલમાનની એક ઝલક માટે આતુર હતાં. સલમાન માટે ચાહકોમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો.


    (જુઓ, જેલમાંથી બહાર નીકળતો સલમાન ખાન...)

  • સલમાન ખાન આવ્યો જેલની બહાર, salman khan reached airport
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • સલમાન ખાન આવ્યો જેલની બહાર, salman khan reached airport
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • સલમાન ખાન આવ્યો જેલની બહાર, salman khan reached airport
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • સલમાન ખાન આવ્યો જેલની બહાર, salman khan reached airport
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • સલમાન ખાન આવ્યો જેલની બહાર, salman khan reached airport
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ