Bollywood / ‘દબંગ’ સ્ટાઈલમાં જીવતા હતાં સલમાન ખાનના દાદા, ઈન્દોરના DIG હતા પરંતુ ક્યારેક જ પહેરતા યુનિફોર્મ, સર કે સાહેબ નહીં પરંતુ ‘મિયાં’ કહી બોલવતા લોકો

Abdul Rashid Khan Was DIG But At That Time He Did Not Got Facilities

divyabhaskar.com

Dec 26, 2018, 12:07 PM IST

મુંબઈઃ 27 ડિસેમ્બરના રોજ 53 વર્ષનો થવા જઈ રહેલા સલમાન ખાનના દાદા DIG રહી ચૂક્યા છે. જાસિમ ખાનના પુસ્તક ‘બીઈંગ સલમાન’માં સલમાનના દાદા અબ્દુલ રાશિદ ખાન અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. પુસ્તક અનુસાર, આ વાત ત્યારની છે જ્યારે ઈન્દોર એક રાજ્ય ગણાતું હતું. પુસ્તકમાં લખ્યું છે કે, 1915માં સલમાન ખાનના દાદા અબ્દુલ રાશિદ ખાને પોલીસ સર્વિસ ઓફ હોલ્કર જોઈન કરી હતી. તેમને સીધા ડેપ્યુટી સુપરીટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી)ની પોસ્ટ આપવામાં આવી હતી. તેઓ રિટાયર થયા ત્યારે DIGની પોસ્ટ પર હતા. તે સમયે IG બાદની તે બીજી સૌથી મોટી પોસ્ટ ગણાતી હતી. પુસ્તકમાં સલમાનના કાકા નઈમ ખાનના સંદર્ભથી કહેવામાં આવ્યું છે કે, અબ્દુલ રાશિદ ખાનની છબી ફિલ્મ ‘દબંગ’માં દેખાડવામાં આવેલા સલમાન ખાનના રોલ જેવી હતી.

ક્યારેક જ પહેરતા યુનિફોર્મ


- જાસિમ ખાનના પુસ્તકમાં સલમાન ખાનના કાકા નઈમ ખાનના સંદર્ભથી લખવામાં આવ્યું છે કે, અબ્દુલ રાશિદ ખાન પોતાની યુનિફોર્મ ભાગ્યે જ પહેરતા હતા. તેઓ ઓપન જીપમાં ફરવાનું પસંદ કરતા. સૌથી રસપ્રદ વાત એ છે કે તેમના સાથી ક્યારેય સર કે સાહેબ કહીને નહીં પરંતુ ‘મિયાં’ કહીને સંબોધતા હતા.

ઘરમાં વિજળી નહોતી


- નઈમ ખાને આગળ જણાવ્યું હતું કે,"અમારા ઘરની બહાર આજના DIG જેવી સુરક્ષા નહોતી રહેતી. ન સરકારી કે સત્તાવાર કોઈ અન્ય નોકર રહેતા હતા. ઘરના બધા કામ વૃદ્ધ મહિલાઓ અને હાઉસકીપર્સ જ કરતા હતા. અમને ક્યારેય એવુ લાગ્યું જ નહીં કે અમારા પિતા મોટા અધિકારી હતી. અમે મંડલેશ્વરમાં રહેતા જ્યાં વિજળી નહોતી. તેઓ અકેલા રહેતા હતા અને એક લાલટેન તેમના માટે પૂરતી રહેતી. તેઓ ક્યારેય ઘરે તાળું મારતા નહોતા. ખાસ વાત તો એ હતી કે તેઓ પોતાની સાથે રિવોલ્વર પણ નહોતા રાખતા તેમનો મુખ્ય હથિયાર ડંડો જ રહેતો."

ઈન્દોરમાં તે સમયે રહેતા માત્ર 4 DIG


- તે સમયે ઈન્દોર સ્ટેટમાં માત્ર 4 DIG રહેતા હતા અને નોન બ્રિટિશને મળનારી આ હાઈએસ્ટ રેન્ક હતી. DIGનું રિપોર્ટિંગ IGને કરવામાં આવતું. અબ્દુલ રાશિદ ખાનનું રિપોર્ટિંગ તે સમયે IG બેસિલ ચુર્ટોનને હતી.

21 વર્ષીય યુટ્યૂબરના નિધનના બીજા દિવસે ઘરે આવ્યા હતાં બે મૌલવી, કહ્યું-‘તે પાપ કરી રહ્યો હતો, અલ્લાહે તેને સજા આપી’, દાનિશના ભાઈએ સંભળાવી આપવીતી

X
Abdul Rashid Khan Was DIG But At That Time He Did Not Got Facilities
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી