તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં 'દબંગ' સલમાન ખાનનો બનેવી હીરોઈનને બેસાડીને હેલ્મેટ વગર ફર્યો, રાત્રે પોલીસ પહોંચી હોટલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાઃ બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર સલમાન ખાનના જીજાજી આયુષ શર્મા(સલમાનની બહેન અર્પિતા ખાનનો પતિ)ની પહેલી ફિલ્મ 'લવરાત્રિ' રીલિઝ થાય તે પહેલાં એક્ટર વિવાદમાં આવ્યો છે. ફિલ્મમાં બંને લીડ એક્ટર્સ આયુષ તથા વારીના હુસૈન વડોદરામાં ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતાં. પ્રમોશન સમયે આયુષે હેલમેટ વગર એક્ટિવા ચલાવ્યું હતું. બંનેની આ તસવીરો સોશ્યિલ મીડિયામાં વાયરલ બની હતી. જેને કારણે પોલીસે રાતના હોટલમાં જઈને રસિદ ફાડી હતી અને દંડ વસૂલ કર્યો હતો. આયુષ પાસેથી 100 રૂપિયા દંડના લેવામાં આવ્યા હતાં.


સેલિબ્રિટીઝે સમજવી જોઈએ પોતાની જવાબદારીઃ
આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ(ટ્રાફિક) અમિતા પટેલે કહ્યું હતું, ''અમે બંને એક્ટર્સની હોટલ જઈને દંડ ફટકાર્યો હતો. તેઓ સેલિબ્રિટીઝ છે અને તેમણે પોતાની જવાબદારી સમજીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ.''


સાંજે ચલાવ્યું એક્ટિવાઃ
આયુષ તથા વારીનાએ સોમવાર(13 ઓગસ્ટ)ની સાંજે હરણી એરપોર્ટથી લઈને સુરસાગર તળાવ સુધી હેલ્મેટ વગર એક્ટિવા ચલાવ્યું હતું. આ સમયે રસ્તા પર હજારો ચાહકો ઉભા હતાં. બંનેએ ચાહકો સાથે વાત પણ કરી હતી. જોકે, હેલ્મેટ પહેર્યાં વગર એક્ટિવા ચલાવીને બંનેએ ટ્રાફિક નિયમ તોડ્યો હતો.


પાંચ ઓક્ટોબરે રીલિઝ થશે ફિલ્મઃ
ડિરેક્ટર અભિરાજ મીનાવાલાની આ ફિલ્મ પાંચ ઓક્ટોબરે રીલિઝ થવાની છે. ફિલ્મમાં આયુષ શર્મા ગરબા ટીચરના રોલમાં છે. ફિલ્મમાં સલમાન, સોહિલ તથા અરબાઝ ખાને કેમિયો પણ કર્યો છે. ફિલ્મમાં વારીના હુસૈન, પ્રતિક ગાંધી, અંશુમાન ઝા, રામ કપૂર, રોનિત રોય સહિતના કલાકારો છે.

 

 

મંદિરની બહાર જ કેસેટ કિંગ ગુલશન કુમારની થઈ હતી નિર્મમ હત્યા, મા અંબાનાં ચરણોમાં લીધા હતાં છેલ્લાં શ્વાસ