• Home
  • Bollywood
  • Gossip
  • પહેલાંથી નક્કી નહોતો સલમાન-બોબીનો શર્ટલેસ સીન, Salman khan bobby deol shirtless scene talk of the town

પહેલાંથી નક્કી નહોતો સલમાન-બોબીનો શર્ટલેસ સીન, પછી બન્યો Talk Of The Town

Divyabhaskar.com

Jun 10, 2018, 04:10 PM IST
પહેલાંથી નક્કી નહોતો સલમાન-બોબીનો શર્ટલેસ સીન, Salman khan bobby deol shirtless scene talk of the town

- 15 જૂનના રોજ રિલીઝ થશે ફિલ્મ 'રેસ 3'
- ફિલ્મમાં સલમાન-બોબીનો શર્ટલેસ સીન પહેલાંથી નક્કી હતો નહીં
- ડાયરેક્ટરે સેટ પર અચાનક નક્કી કર્યો હતો આ સીન

મુંબઇઃ સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'રેસ 3' ઈદ એટલે 15 જૂનના રોજ રિલીઝ થઇ રહી છે. ફિલ્મનું ટ્રેલર અને ગીત સામે આવી ચૂક્યું છે, જેને લોકો પસંદ પણ કરી રહ્યા છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મ સાથે જોડાયેલ એક દિલચસ્પ કિસ્સો સામે આવ્યો છે. ચર્ચા પ્રમાણે ફિલ્મમાં સલમાન ખાન અને બોબી દેઓલનો શર્ટલેસ સીન પહેલાંથી નક્કી હતો નહીં.

વાંચોઃ- ડ્રગ્સની લતથી બગડી હતી સંજુબાબાની હાલત, ભીખ માંગવા થયો હતો મજબૂર

- સલમાન ખાનની ફિલ્મ 'રેસ 3' ઈદના અવસરે બોક્સે ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે.

- પોતાની દરેક ફિલ્મમાં શર્ટલેસ અંદાજમાં જોવા મળતો સલમાન 'રેસ 3'માં પણ આ જ સ્ટાઇલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન એકલો જ નહીં પરંતુ તેની સાથે બોબી દેઓલ પણ શર્ટલેસ જોવા મળશે.

- ડાયરેક્ટર રેમો ડિસૂઝાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ફિલ્મમાં આ સીન પહેલાંથી નક્કી હતો નહીં. તેણે જણાવ્યું કે આ બધું અચાનક સેટ પર જ નક્કી થયું.

- રેમો પ્રમાણે આ ફિલ્મ માટે બોબીએ જિમમાં જઇને ખૂબ જ પરસેવો વહાવ્યો છે જેના લીધે તેના લુકમાં કોઇ ખામી ન રહે. એટલું જ નહીં સેટ પર બોબી દરરોજ જિમ કરતો હતો.

- રેમોએ જણાવ્યું કે, બોબીની મહેનત જોઇને જ અચાનક તેણે સેટ પર નિર્ણય લીધો કે સલમાન અને બોબી પર શર્ટલેસ સીન નિર્દેશિત કરવો જોઇએ.

- ડાયરેક્ટર રેમો ડિસૂઝાએ આ ફિલ્મમાં સલમાન ખાન, બોબી દેઓલ, અનિલ કપૂર, જેકલીન ફર્નાડિઝ, ડેઝી શાહ, શાકીબ સલીમ, ફ્રેડી દારૂવાલા લીડ રોલમાં છે.

X
પહેલાંથી નક્કી નહોતો સલમાન-બોબીનો શર્ટલેસ સીન, Salman khan bobby deol shirtless scene talk of the town
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી