Home » Bollywood » Gossip » જાણો બીજા દિવસે જેલમાં સલમાન ખાને કેવી રીતે પસાર કર્યો દિવસ, know salman khan how to spent second day in jail

સલમાન પર ભલે ભડક્યા બાપુ, ભાઈએ આસારામને કરી બર્થ ડે Wish, આમ પસાર કર્યો દિવસ

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 12:41 PM

જોધપુર સેન્ટ્રલ જેલમાં આસારામ બાપુ સાથે સલમાન ખાન પણ એ જ બેરેકમાં બંધ છે.

  • જાણો બીજા દિવસે જેલમાં સલમાન ખાને કેવી રીતે પસાર કર્યો દિવસ, know salman khan how to spent second day in jail
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    જોધપુરઃ જોધપુર સેન્ટ્રલ જેલમાં આસારામ બાપુ સાથે સલમાન ખાન પણ એ જ બેરેકમાં બંધ છે. સલમાન ખાને બાપુને 82માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. શુક્રવારના રોજ સલમાન ખાન ક્યારેક કૂલ તો ક્યારેક ચિંતામાં જોવા મળ્યો હતો.


    આસારામે આપ્યા આ આર્શીવાદઃ
    શુક્રવાર(છ એપ્રિલ)ના રોજ સેન્ટ્રલ જેલની બહાર ભક્તોની ભીડ ઉમટી હતી. આસારામને બપોરે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતાં. જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે સલમાનને કહેવામાં આવ્યું હતું કે બાપુનો જન્મદિવસ છે. તો સલમાને બાપુને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આના જવાબમાં આસારામે હસતા હસતા કહ્યુ હતુ કે ખુશ રહે, જલ્દીથી બહાર નીકળી જઈશ. આટલું જ નહીં આસારામે સલમાનને સ્વાસ્થ્ય સંબંધી ટિપ્સ પણ આપ્યા હતાં.


    બહેનોએ કહી આ વાતઃ
    6 એપ્રિલના રોજ સવારે અર્પિતા, અલવિરા તથા શેરા જેલમાં સલમાનને મળવા ગયા હતાં. આ સમયે બહેનોએ કહ્યું હતું કે ધીરજ રાખ, બધું જ ઠીક થઈ જશે અને તને જલ્દીથી જલ્દીમાં બહાર કાઢીશું. શનિવાર-સોમવાર સુધીમાં બધું સારું થઈ જશે, ચિંતા ના કરીશ. તો સલમાને સામે જવાબ આપ્યો હતો કે તેની ચિંતા ના કરે, વકીલના સંપર્કમાં રહો અને તેને કોઈ તકલીફ નથી.

    (વાંચો, સલમાન ખાને શુક્રવારના દિવસ આખો કેવી રીતે કર્યો પસાર....)

  • જાણો બીજા દિવસે જેલમાં સલમાન ખાને કેવી રીતે પસાર કર્યો દિવસ, know salman khan how to spent second day in jail
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    જેલમાં કરી કસરતઃ
    બહેનો તથા પ્રિટીને મળ્યા બાદ સલમાન ખાને વર્ક આઉટ કર્યું હતું. સલમાનને મચ્છરોથી બચવા માટે ઓડોમોસ આપવામાં આવ્યું હતું. સલમાન જેલમાં મોડી રાત સુધી સિગારેટ ફૂંકતો રહ્યો હતો.


    પરિવાર સાથે નથી થઈ શકી વાતઃ
    વાત કરવા માટે પરિવારે પૈસા જેલમાં જમા કરાવ્યા છે. પરિવારે વાત કરવા માટે બે નંબર જેલ પોલીસને આપ્યા છે. જેલ તંત્રે આ બંને નંબર પર ફોન કર્યો હતો પરંતુ ફોન રીસિવ ના થતા વાત થઈ શકી નથી. સલમાને હજી સુધી પેરેન્ટ્સ સાથે કોઈ વાત કરી નથી.

  • જાણો બીજા દિવસે જેલમાં સલમાન ખાને કેવી રીતે પસાર કર્યો દિવસ, know salman khan how to spent second day in jail
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    નથી કરી એકસ્ટ્રા ડિમાન્ડઃ
    સલમાને જેલમાં કોઈ વધારાની માંગણી કરી નથી. ના તો ભોજનને લઈ અને ના તો પાણીને લઈ. સલામન સામાન્ય કેદીઓને જે પાણી મળે છે, તે જ નોર્મલ સપ્લાયવાળું પાણી પીવે છે.

  • જાણો બીજા દિવસે જેલમાં સલમાન ખાને કેવી રીતે પસાર કર્યો દિવસ, know salman khan how to spent second day in jail

    આ રીતે જેલમાં વીતાવ્યો શુક્રવારનો દિવસઃ
    સવારે સાત વાગે ઉઠ્યો
    સાડા સાતે ચા પીધી
    આઠ વાગે ચણા ખાધા
    નવ વાગે ન્યૂઝ પેપર વાંચ્યા
    10 વાગે તૈયાર થયો
    10.50એ અલવિરાને મળ્યો
    11.48 વાગે પ્રિટી ઝિન્ટાને મળ્યો
    12.30 વાગે ભોજન લીધું
    1 વાગે બેરેકમાં આમ-તેમ આંટા માર્યા
    2 વાગે સૂઈ ગયો
    4 વાગે ઉઠ્યો
    4.30 વાગે એ ચા પીધી
    4.45 વાગે વર્કઆઉટ કર્યું
    6 વાગે હાથ-પગ મોં ધોઈને આરામ કર્યો
    સાત વાગે ડિનર લીધું

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ