Home » Bollywood » Gossip » EX Love Bird Sonam Kapoor Wedding Reception

સલ્લુ-એશથી અક્કી-શિલ્પા, એક જ છત નીચે ભેગા થયા બોલિવૂડના આ Ex love birds

Divyabhaskar.com | Updated - May 09, 2018, 06:51 PM

સોનમ કપૂરના વેડિંગ રિસેપ્શનમાં સલમાન સહિતના સેલેબ્સે EXને કારણે ઓકવર્ડ ફિલ કરવુ પડ્યુ

  • EX Love Bird Sonam Kapoor Wedding Reception
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાન ખાન અને બીજી તરફ એશ્વર્યા રાય પતિ અભિષેક બચ્ચન સાથે સોનમ કપૂરના રિસેપ્શનની પાર્ટીમાં પહોચી હતી

    મુંબઇ: સોનમ કપૂરની રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડના તમામ એ-લિસ્ટર સ્ટાર પહોચ્યા હતા. એક તરફ જ્યાં વરૂણ ધવન પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલના હાથમાં હાથ પકડીને પહોચ્યો હતો જ્યારે રણબીર-આલિયાને સાથે જોઇ તેમના અફેરની ચર્ચા ચગી હતી. દરમિયાન divyabhaskar.com તમને સોનમ કપૂરના લગ્નમાં આવેલા EX વિશે જણાવી રહ્યું છે.

    સલમાન ખાન-ઐશ્વર્યા રાય

    બિપાસા બાસુના રિસેપ્શનમાં ઐશ્વર્યા રાયને એવોઇડ કરવા માટે સલમાન ખાન પાર્ટીમાં લેટ ગયો હતો. આ જ કામ તેને સોનમ કપૂરના વેડિંગ રિસેપ્શન સમયે પણ કર્યુ હતું. તે પાર્ટીમાં

    લેટ ગયો હતો જેથી એશ્વર્યાનો સામનો ના થઇ શકે. કેટલાક મીડિયા રિપોર્ટ્સે દાવો કર્યો છે કે જ્યારે સલમાન ખાન પાર્ટીમાં પહોચ્યો ત્યારે પણ એશ્વર્યા ત્યા હાજર હતી.

    આગળની સ્લાઇડમાં વાંચો, સોનમ કપૂરના લગ્નમાં આવેલા EX વિશે...

  • EX Love Bird Sonam Kapoor Wedding Reception
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    અભિષેક બચ્ચન-કરિશ્મા કપૂર-રાની મુખર્જીઃ

     

    પત્ની ઐશ્વર્યા રાયની જેમ જ અભિષેક બચ્ચન માટે પણ તે સમયે માહોલ થોડો અસહજ થઇ ગયો હતો જ્યારે તેનો સામનો એક નહી પણ 2-2 એક્સ ગર્લફ્રેન્ડ સાથે થયો હતો. સોનમ કપૂર અને આનંદ આહુજાની રિસેપ્શન પાર્ટીમાં રાની મુખર્જી અને કરિશ્મા કપૂર બન્ને પહોચી હતી.

  • EX Love Bird Sonam Kapoor Wedding Reception
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    રણબિર કપૂર-કેટરિના કૈફઃ

     

    સોનમ કપૂરના રિસેપ્શનમાં એક્સ રણબિર કપૂર અને કેટરિના કૈફ પણ પહોચ્યા હતા. બન્નેને જોઇને એમ લાગ્યુ કે તે હવે મૂવ ઓન કરી ચુક્યા છે. રણબીર જ્યાં આલિયા સાથે જોવા મળ્યો હતો જ્યારે કેટરિનાએ સૌની સામે સલમાનને ગળે લગાવીને ઇશારો આપ્યો કે તે પોતાના બ્રેકઅપમાંથી બહાર આવી ગઇ છે.

  • EX Love Bird Sonam Kapoor Wedding Reception
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    સિદ્ધાર્થ મલ્હોત્રા-આલિયા ભટ્ટઃ

     

    રણબીર કપૂર પહેલા આલિયા ભટ્ટનું નામ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડાયુ હતું. બન્નેની ડેટિંગના સમાચાર પણ આવ્યા હતા. હવે સિદ્ધાર્થ મલ્હોત્રા જેક્લીન ફર્નાન્ડીઝને ડેટ કરી રહ્યો છે. સોનમ કપૂરની પાર્ટીમાં ચારેય એક જ ધૂન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

  • EX Love Bird Sonam Kapoor Wedding Reception
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    શાહિદ કપૂર-કરિના કપૂરઃ

     

    સોનમ કપૂરની વેડિંગ રિસેપ્શનમાં શાહિદ કપૂર પોતાની પત્ની મીરા કપૂર સાથે પહોચી હતી. જ્યારે કરીના કપૂર પતિ સૈફ અલી ખાન સાથે નજરે પડી હતી. પાર્ટીના જે વીડિયો સામે આવ્યા તેમાં કરિના કપૂર નશાની હાલતમાં સ્પોટ થઇ હતી. બાર કાઉન્ટર પર તે ઉભા ઉભા સૈફ અલી ખાનના સોન્ગ 'ઓલે-ઓલે' પર ઠુમકા લગાવતી નજરે પડી હતી.

  • EX Love Bird Sonam Kapoor Wedding Reception
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    અક્ષય કુમાર-શિલ્પા શેટ્ટીઃ

     

    સોનમ કપૂરના રિસેપ્શનમાં અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી પણ જોવા મળ્યા હતા. આ બન્ને કપલના અફેરની ચર્ચા ચગી હતી. અક્ષય કુમારે જ્યા ટ્વિન્કલ ખન્ના સાથે લગ્ન કર્યા છે જ્યારે શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે

  • EX Love Bird Sonam Kapoor Wedding Reception
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    અર્જૂન કપૂર અને અર્પિતા ખાનઃ


    અર્જૂન કપૂર એક સમયે સલમાન ખાનની બહેન અર્પિતા ખાનને ડેટ કરી રહ્યો હતો. 2 વર્ષ સુધી આ બન્ને અનેક વખત પાર્ટીમાં સાથે જોવા મળતા હતા.

     

  • EX Love Bird Sonam Kapoor Wedding Reception
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    રણબિર કપૂર અને સોનમ કપૂરઃ

     

    સોનમ કપૂરના વેડિંગ રિસેપ્શનમાં તેનો EX રણબિર કપૂર પણ આવ્યો હતો. રણબિર કપૂર અને સોનમે 'સાવરીયા' ફિલ્મથી બોલિવૂડમાં એક સાથે ડેબ્યૂ કર્યુ હતું. આ બન્નેના અફેરની ચર્ચા અનેક વખત ટોક શોમાં થઇ ચુકી છે. 

     

  • EX Love Bird Sonam Kapoor Wedding Reception

    શાહિદ કપૂર અને વિદ્યા બાલનઃ

     

    શાહિદ કપૂર અને વિદ્યા બાલનની કિસ્મત કનેક્શન ફિલ્મ સમયે બન્ને રિલેશનશીપમાં હોવાની અફવા ફેલાઇ હતી. જો કે તે ખોટી સાબિત થઇ હતી. આ બન્ને પણ સોનમ કપૂરના વેડિંગ રિસેપ્શનમાં એક જ છત નીચે જોવા મળ્યા હતા.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ