‘દસ કા દમ’ દરમિયાન સલમાનનો ખુલાસો, પિતા સલીમ ખાને કહ્યું હતું કે,‘ગર્લફ્રેન્ડ હોય તો તેની સાથે બહાર ફરવાને બદલે ઘરે લઈ આવો’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડના ‘દબંગ ખાન’ તરીકે ઓળખાતો સલમાન ખાન હાલ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાથી ફિલ્મ છોડવાના કારણે નારાજગી અને પોતાની અપકમિંગ ફિલ્મ ‘ભારત’ને કારણે ચર્ચામાં છે. પરંતુ આ ઉપરાંત સલમાન ઘણીવાર પોતાના જીવન સંબંધિત અમુક રસપ્રદ ખુલાસા કરી ચર્ચામાં રહે છે. તાજેતરમાં સલમાને પોતાના જીવન સાથે જોડાયેલી એવી વાત જણાવી છે જે તેના ઘણા ફેન્સને ચોંકાવી શકે છે. હાલ સલમાન ખાન ‘ભારત’ ઉપરાંત ટીવી શો ‘દસ કા દમ’ પણ કરી રહ્યો છે. આ શોના ‘દમદાર વિકેન્ડ’ની શૂટિંગ દરમિયાન સલમાને ખુલાસો કર્યો હતો કે, તેના પિતાએ તેને સ્પષ્ટ પણ કહી દીધું હતું કે,‘જો તારે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સમય પસાર કરવો હોય તો બહાર ફરવાને બદલે તેને ઘરે લઈને આવો.’ 

 

 

 

શોમાં એક સવાલને કારણે સલમાને જણાવી આ વાત


- સલમાન ખાને આ વાત શો દરમિયાન ત્યારે જણાવી જ્યારે ગેસ્ટને તેણે પ્રશ્ન કર્યો હતો કે,‘પબ્લિક પ્લેસમાં રોમાન્સ કરવાને કારણે કેટલા ટકા ભારતીયોને પોલીસવાળાઓનો ઠપકો ખાવો પડ્યો છે?’ 
- આ અંગે ગેસ્ટે અલગ-અલગ જવાબ આપ્યા હતા. જ્યારે સલમાન ખાને કહ્યું હતું કે, તેને આ જોઈને ઘણીવાર દુઃખ થાય છે કે લવર્સને પબ્લિક પ્લેસ પર ટાઈમ પસાર કરવો પડે છે.
- સલમાને પોતાની વાતને આગળ વધારતા જણાવ્યું હતું કે,‘નાના ઘરમાં પરિવારના સભ્યોની સંખ્યા વધુ હોવાને કારણે અમુક કપલ ઘરે સમય ન પસાર કરવાને કારણે મજબૂર હોય છે. વળી અમુક કપલ હોટલ રૂમનું ભાડું ચૂકવવા સક્ષમ હોતા નથી. આ કારણે તેમને પબ્લિક પ્લેસ પર જ એકબીજા સાથે સમય પસાર કરવો પડે છે.’

 

બહેનોને પણ હતી બોયફ્રેન્ડને ઘરે લાવવાની છૂટ


- સલમાન ખાને જણાવ્યું કે, તેમના પિતા સલીમ ખાને તેને અને બધા ભાઈ-બહેનોને સ્પષ્ટ જણાવી દીધું હતું કે કોઈની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ હોય તો તેને ઘરે લઈને આવે.
- ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનના ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરીના કૈફ સાથેના અફેર ચર્ચામાં રહી ચૂક્યા છે. 
- સલમાને જણાવ્યું હતું કે, પિતાનો આ આદેશ મારી બહેનો માટે પણ હતો. પિતાએ તેમને કહ્યું હતું કે, કોઈપણ બોયફ્રેન્ડ હોય તો અમને જણાવો અમે કહેશું કે તેની સાથે લગ્ન કરવા જેવું છે કે નહીં. 

 

‘ખલનાયક’થી સુભાષ ઘાઈએ બોલિવૂડમાં શરૂ કર્યો'તો અનોખો ટ્રેન્ડ, માધુરી પાસે સાઈન કરાવડાવ્યો હતો ‘પ્રેગ્નન્સી બૉન્ડ’