ડેડી સૈફને લાગે છે લાડકવાયાની આ વાતનો ડર, ભાણીને પણ રાખે છે દૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ: સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમુર અલી ખાન મોટો થઇ રહ્યો છે અને આ સાથે જ તે તોફાની પણ બન્યો છે. અવાર નવાર તૈમુર હાથમાં પકડેલી વસ્તુઓને કોઇની પણ ઉપર ફેકી દે છે. આ વાતને લઇ પિતા સૈફ વધુ ચિંતિંત છે અને તૈમુરને પોતાની ભાણી એટલે કે બહેન સોહા અલી ખાનની દીકરી ઇનાયા નૌમીને મળવા દેવા માંગતો નથી. સૈફ નથી ઇચ્છતો કે તૈમુર ઇનાયાને મળે અને ભૂલથી તેને કઇ પણ મારી દે. 

 

સૈફને લાગી રહ્યો છે આ ડર

 

સોહા અલી ખાને તાજેતરમાં જ એક ઇવેન્ટમાં કહ્યું કે તૈમુર અને ઇનાયાની બોન્ડિંગ સારી છે, તેને કહ્યું તૈમુર મોટો થઇ રહ્યો છે અને તે દરેક વસ્તુ પર પોતાની પકડ બનાવવા માંગે છે. તે હવે વસ્તુઓને પકડવા લાગ્યો છે અને તેને ફેકે પણ છે. સોહાએ જણાવ્યુ કે ખાસ કરીને ભાઇ (સૈફ અલી ખાન) આ વાતનું ધ્યાન રાખે છે કે તૈમુર ઇનાયાથી દૂર રહે. સોહાએ એમ પણ કહ્યું કે સૈફ અને કરીના ઇનાયાની દેખભાળ કઇ રીતે કરવામાં આવે તેની ટિપ્સ પણ આપે છે. 
 

આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...