તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાંબાવાળ અને વધેલા વજન સાથે જોવા મળ્યો યો-યો હની સિંહ, પોતાના લક્ઝૂરિયસ આઉટહાઉસ સ્ટૂડિયોમાં બેસીને બનાવતો હતો ગીતોની ધૂન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ભારતના મોસ્ટ પોપ્યુલર રેપર યો-યો હની સિંહ કમબેક બાદ બેક ટુ બેક હિટ ગીતો આપી રહ્યો છે. હનીએ અમુક તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે પોતાના લક્ઝૂરિયસ આઉટહાઉસમાં કામ કરતો જોવા મળી રહ્યો છે. નવા લુકમાં તે પહેલાની સરખામણીએ ઘણો બદલાયેલો જોવા મળી રહ્યો છે. તેણે વાળ પણ વધારી લીધા છે અને વજન પણ પહેલા કરતા વધી ગયું છે. ઉલ્લેખનીય છે કે, હની સિંહે ફિલ્મ ‘સોનુ કે ટીટૂ કી સ્વિટી’ના ગીત ‘દિલ ચોરી સાડા હો ગયા’ અને ‘છોટે છોટે પેગ’થી કમબેક કર્યું છે. આ ગીતોના વ્યૂઝ કરોડોમાં થઈ ચૂક્યા છે.

 

ગંભીર બીમારીને કારણે દારૂ પીવા લાગ્યો હતો હની સિંહ...


- 15 માર્ચ, 1983ના હોશિયારપુર, પંજાબમાં જન્મેલા હની સિંહનું વાસ્તવિક નામ છે હિરદેશ સિંહ. હની સિંહ ગંભીર માનસિક બીમારી બાયપોલર ડિસઓર્ડરનો ભોગ બની ચૂક્યો છે.
- અમુક વર્ષ પહેલા હનીના રિહેબ સેન્ટરમાં સારવાર કરાવાવાના અહેવાલ પણ સામે આવી ચૂક્યા છે, જેને હનીએ ખોટા ગણાવ્યાં હતા.
- હનીએ જણાવ્યું હતું કે,‘આ વાત સાચી છે કે, હું બાયપોલર ડિસઓર્ડરનો ભોગ બની ચૂક્યો છું. આ બધુ 18 મહિના ચાલ્યું, આ સમયે મે 4 ડોક્ટર્સ બદલ્યા, દવાઓની અસર થઈ રહી નહોતી. મારી સાથે આ વિચિત્ર ઘટનાઓ બની રહી હતી.’
- બાયપોલર ડિસઓર્ડરની સાથે હનીને દારૂની લત લાગી ગઈ હતી અને તેણે આ અંગેની સારવાર પણ મેળવવી પડી. તેને લાગતું હતું કે, તે બરબાદી તરફ આગળ વધી રહ્યો હતો.
- હનીની બીમારીના સિમ્પટમ્સ પકડવામાં ડોક્ટર્સ નિષ્ફળ રહેવાને કારણે 4 ડોક્ટર્સ બદલવા પડ્યા. દવા અસર ન કરતા તે ફસ્ટ્રેશનનો શિકાર બની રહ્યો હતો. જે પછી ડોક્ટર્સની એક ટીમે તેની બીમારીને ડાઈગ્નોઝ કરી સારવાર શરૂ કરી અને હની સિંહને બીમારીમાંથી બહાર આવવામાં સફળતા મળી.
- બાયપોલર ડિસઓર્ડર એકરીતે કોમ્પલેક્સ બીમારી છે જેમાં રોગીનું મન સતત ઘણા મહિના સુધી ઉદાસ રહે છે અથવા ઘણું ખુશ. આ રોગને મેનિક ડિપ્રેશન પણ કહેવામાં આવે છે.

 

2 કલાક વર્કઆઉટ કરે છે હની


- હનીએ દિલ્હીમાં ઓર્ગનાઈઝ ‘વૉર ઑફ ડીજે’માં પર્ફોર્મ કરી પોતાના સિંગિગ કરિયરનો પ્રારંભ કર્યો હતો. આ સ્પર્ધામાં તે બીજા ક્રમે રહ્યો હતો. જેમાં મિડનાઈટ બ્લૂઝ પ્રથમ ક્રમે રહ્યું હતું. જોકે હનીએ આ પછી સતત સફળતાઓ મેળવી.
- સિંગિંગ ઉપરાંત તે પંજાબી અને હિન્દી ફિલ્મ્સમાં એક્ટિંગ પણ કરી ચૂક્યો છે. હનીને ક્રિકેટનો ઘણો શોખ છે. 2003 વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને પરાજય આપ્યો ત્યારે તે પોતાની કારમાં પાગલોની જેમ ફરતા સેલિબ્રેશ કરી રહ્યો હતો.
- કરિયરના પ્રારંભ તે Bally Sagoo અને પંજાબી એમસીના પણ ફેન રહ્યાં છે. તે એમરિકન એસ્ટ્રોલોજર લિંડા ગુડ મેનના પ્રશંસક છે અને જ્યોતિષીને ફોલો કરે છે. આ ઉપરાંત તે ફિટનેસ ફ્રિક છે અને રોજ 2 કલાક વર્કઆઉટ કરે છે.

 

જ્યારે એક ગીત માટે હનીએ લીધા લાખો રૂપિયા


- સુનીલ બોહરાની ફિલ્મ ‘મસ્તાન’ના ગીત ‘મુજે નીટ પિલા દે સજના’ માટે હનીએ 70 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા. કોઈપણ બોલિવૂડ સિંગર દ્વારા લેવામાં આવેલી આ સૌથી મોટી રકમ હતી.
- 23 જાન્યુઆરી 2011ના હનીએ શાલિની સાથે લગ્ન કર્યા હતા. જેમાં તેના અમુક મિત્રો જ સામેલ થયા હતા. તેઓ સ્કૂલ સમયે જ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. લંડનથી ડિગ્રી મેળવ્યા બાદ હનીએ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા.
- હની સિંહે રેપ સોન્ગ ગાવા ઉપરાંત ઘણી પંજાબી ફિલ્મ્સમાં એક્ટિંગ પણ કરી છે. તેણે ‘મિર્ઝા-ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘તૂ મેરા 22 મે તેરા 22’, ‘ધ એક્સપોઝ’ અને ‘જોરાવર’ જેવી પંજાબી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

 

‘બિગ બૉસ 12’ માટે ભારત આવી હતી તનુશ્રી દત્તા પરંતુ સેક્સ્યૂઅલ હેરેસમેન્ટનો મુદ્દો ઉઠાવ્યા બાદ શો તો હાથમાંથી ગયો જ, સાથે અમેરિકા પરત ફરવું થશે મુશ્કેલ!