‘સિંબા’ માટે રણવીર સિંહે બનાવી શાનદાર બોડી, જીમ બહાર જ કરાવવા લાગ્યો ફોટોશૂટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ એક્ટર રણવીર સિંહ ટૂંકસમયમાં ફિલ્મ ‘સિંબા’માં એક ભ્રષ્ટ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. ફિલ્મ માટે તેણે શાનદાર મસલ્સ બનાવ્યા છે અને તે પ્રથમવાર ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે કામ કરી રહ્યો છે. ગુરુવાર સાંજે તે બાન્દ્રા સ્થિત જીમ બહાર જોવા મળ્યો હતો. મોજીલા સ્વભાવવાળા રણવીરે ફોટોગ્રાફર્સ સાથે મસ્તી કરતા તેમને શાનદાર બોડી સાથે પોઝ આપ્યા હતા. રણવીર ઘણી ઝડપે પોતાને ટ્રાંસફોર્મ કરી લે છે. અમુક સમય પહેલા તેણે ફિલ્મ ‘ગલી બૉય’ માટે પોતાનું વજન ઘટાડ્યું હતું. ‘ગલી બૉય’પહેલા રણવીર પદ્માવતના શૂટમાં વ્યસ્ત હતો જેમાં તે હેવી અને મસ્ક્યુલર લુકમાં જોવા મળ્યો હતો. ‘ગલી બૉય’ના શૂટને પૂર્ણ કર્યા બાદ રણવીર ફરી મસ્ક્યુલર લુકમાં આવી ગયો છે. ‘સંબા’માં રણવીર સિંહ સાથે સૈફ અલી ખાન પણ જોવા મળશે. ફિલ્મની રીલિઝ ડેટ 28 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. તાજેતરમાં એક વાયરલ વીડિયોમાં રણવીર અને રોહિત શેટ્ટી સાથે કામ કરતા જોવા મળ્યા હતા.

 

પિતાની જેમ સ્ટાર બની શકતો હતો પ્રાણનો દીકરો, અલગ કરવાના જુનૂનમાં બન્યો એક સફળ એડ-મેકર