લગ્ન બાદ પ્રથમવાર બોલ્ડ લુકમાં જોવા મળી Mrs રણવિર સિંહ, દીપિકા લાગી સુપરહોટ

લગ્ન બાદ પહેલી જ વાર દીપિકા પાદુકોણે પતિ રણવિરને લઈ કહી આ ખાસ વાત

divyabhaskar.com | Updated - Dec 05, 2018, 04:00 PM
Deepika Said she is emotional, But ranveer singh is more intelligent than her

મુંબઈઃ દીપિકા પાદુકોણ પોતાના લગ્નના રિસેપ્શનમાં ભારતીય આઉટફિટમાં જોવા મળી હતી, જેમાં લહેંગા અને સાડી જેવા વેડિંગ આઉટફિટ સામેલ હતા. જોકે હવે લગ્ન બાદના પ્રથમ બોલ્ડ ફોટોશૂટની તસવીરો વાઈરલ થઈ રહી છે, આ તસવીરોમાં રણવિર સિંહની પત્ની દીપિકાએ રિવીલિંગ ડ્રેસ પહેર્યો છે. લગ્ન બાદ પ્રથમવાર દીપિકાએ બોલ્ડ ડ્રેસ પહેર્યો છે અને તેમાં તેના અંડરગાર્મેન્ટ્સ પણ જોવા મળી રહ્યાં છે. વાસ્તવમાં દીપિકાનો આ લુક ફેમસ મેગેઝીન જીક્યૂના નવા એડિશનના ફોટોશૂટ માટે હતો. દીપિકાએ લગ્ન બાદ આ મેગેઝીનને પ્રથમ ઈન્ટરવ્યૂ પણ આપ્યો છે અને તેમાં પતિ રણવિરની ઘણી પ્રશંસા કરી છે.

રણવિરમાં છે દીપિકા કરતા વધુ IQ...


- મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં દીપિકાએ જણાવ્યું કે,"રણવિર વેલ્યૂઝને સમજે છે અને તે ઘણો ઈમોશનલ પ્લસ ઈન્ટેલિજન્ટ વ્યક્તિ છે. ખાસ વાત એ છે કે તે હંમેશા બાળકોની જેમ વર્તન કરે છે. આ તેની ક્વોલિટીઝ છે અને સૌથી સારી વાત એ છે કે તે એક રિયલ પર્સન છે."
- "વાત જો ઈમોશનલ હોવાની હોય તો આ વાતમાં હું તેના કરતા આગળ છું પરતું IQ મામલે તે ઘણો આગળ છે. તે એવો વ્યક્તિ નથી કે હું પુરૂષ છું તેથી પોતાના ઈમોશન દેખાડી શકતો નથી. તે અને હું બંને સેંસિટિવ છે. આ બધી વાતો અમારી લાઈફને સરળ બનાવે છે અને અમને એકબીજાને સમજવામાં મદદ કરે છે."
- દીપિકા અનુસાર રણવિર જ તેની માટે બધુ છે, "બેસ્ટ ફ્રેન્ડ, પ્લેમેટ અને રાઝદાર. હું તેની સાથે આઝાદ હોવાનો અનુભવ કરું છું."

તો શું ભણસાલીની આગામી ફિલ્મમાં હશે દીપિકા?


- સંજય લીલા ભણસાલી પોતાની અપકમિંગ ફિલ્મમાં સલમાન ખાન અને શાહરૂખ ખાનને સાથે લાવવા માગે છે તેવી ચર્ચા છે. આ ફિલ્મમાં દીપિકા લીડ એક્ટ્રેસનો રોલ કરશે તેવી ચર્ચા હતી પરંતુ આ મામલે અનુષ્કા શર્મા પણ પ્રોજેક્ટનો ભાગ બની શકે છે તેવા અહેવાલો પણ સામે આવ્યા છે.
- સલમાન અને શાહરૂખ બંનેએ ભણસાલી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સલમાન ઈચ્છે કે ફિલ્મમાં અનુષ્કા શર્મા કામ કરે કારણ કે તેણે તેમની સાથે કામ કર્યું છે, જ્યારે દીપિકાએ સલમાનની ઘણી ફિલ્મ્સમાં કામ કરવાનો ઈન્કાર કર્યો છે.
- હાલ ભણસાલીએ આ ફિલ્મની કાસ્ટ વિશે સત્તાવાર કોઈ ફાઈનલ અનાઉન્સમેન્ટ કરી નથી, જે જાહેર થયા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.
- ભણસાલી હાલ એક બીજી ફિલ્મ ‘હીરા મંડી’ પર કામ કરવાના છે જે એક યુવતી પર આધારિત છે. એક અહેવાલ અનુસાર પ્રિયંકા ચોપરા આ ફિલ્મ કરી શકે છે.

ભાવિ પ્લાનિંગ અંગે દીપિકાએ કરી આ વાત


- વર્ષ 2019ના પડકારો અંગે દીપિકાએ જણાવ્યું કે, આગામી વર્ષ તેની માટે પડકારજનક છે કારણ કે મેઘના ગુલઝારની અપકમિંગ ફિલ્મ (એસિડ અટેક વિક્ટિમ પર)માં પ્રોડ્યૂસર અને એક્ટ્રેસ તરીકે તે કામ કરવાની છે અને સાથે તેની પર હવે એક પરીણિત મહિલાની જેમ ઘરની જવાબદારી પણ આવી ગઈ છે.
- દીપિકાએ જણાવ્યું હતું કે, તે 18 વર્ષની હતી ત્યારથી જ ઘરની જવાબદારીઓથી ભાગી રહી હતી. જોકે હવે તેણે લગ્ન પછી જ્યારે બે વ્યક્તિ સાથે રહે છે તે પછીના ઉદભવતા પડકારોનો સામનો કરવાનો છે. તે ક્યારેય લગ્ન પહેલા લિવ ઈન રિલેશનશિપમાં રહેવા માગતી નહોતી. હવે તે નવપરણિત કપલ સામે આવતા સ્પેસ શેરિંગ કે બિલ્સ શેરિંગ જેવી વાતો માટે તૈયાર છે.
- ઉલ્લેખનીય છે કે 14-15 નવેમ્બરના લગ્ન કરતા પહેલા દીપિકા અને રણવિર સિંહ ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા’માં જોવા મળી ચૂક્યા છે જ્યાંથી તેમના અફેરનો પ્રારંભ થયો હતો. જે પછી બંને અન્ય ફિલ્મ્સ જેમકે ‘ફાઈંડિંગ ફેની’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’માં જોવા મળી ચૂક્યા છે.

બોલિવૂડ બાદ હવે ટીવી ઈન્ડસ્ટ્રીમાં લગ્નની સીઝન, કપિલ શર્માથી ‘બિદાય’ની એક્ટ્રેસ અને ટીવીની ‘ચંદ્રનંદિની’ સુધી, 20 દિવસમાં 5 કપલ્સ કરી રહ્યાં છે લગ્ન

X
Deepika Said she is emotional, But ranveer singh is more intelligent than her
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App