બોલિવૂડની ટોચની એક્ટ્રેસ સાથે લગ્ન કરી ખુશ છે રણવિર સિંહ, બેબી પ્લાનિંગ પર પણ એક્ટરે કરી વાત

Deepika Padukone Gave Surprising Reaction On No Kissing Clause in Film

divyabhaskar.com

Dec 15, 2018, 05:58 PM IST

મુંબઈઃ રણવિર સિંહ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘સિમ્બા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તે પ્રથમવાર સારા અલી ખાન સાથે જોવા મળશે. લગ્ન બાદ આ રણવિરની પ્રથમ ફિલ્મ છે. તાજેતરમાં એક સમિટમાં પહોંચેલા રણવિર સિંહે પોતાના લગ્ન જીવન અને બેબી પ્લાનિંગ અંગે મુક્તમને ચર્ચા કરી હતી.

રણવિરે બેબી પ્લાનિંગ સહિતના મુદ્દે કરી વાત..


- બેબી પ્લાનિંગના પ્રશ્ન પર રણવિરે હસીને જવાબ આપતા કહ્યું કે,"આ મારા કરતા દીપિકાનો નિર્ણય વધુ રહેશે. મે આ વિષય પર નિર્ણય તેની પર છોડી દીધો છે." રણવિર બોલિવૂડની ટોચની એક્ટ્રેસ સાથે લગ્ન કરી ઘણો ખુશ છે.
- એક્ટરે જણાવ્યું હતું કે,"દીપિકા મારા કરેક દરેક બાબતે આગળ છે. મને આ વાતની સ્વીકાર કરવામાં કોઈ સમસ્યા નથી કે તે મારા કરતા વધુ સમજદાર છે."
- રણવિરે જણાવ્યું હતું કે, લગ્ન બાદ તે પોતાના વ્યક્તિત્વમાં કોઈ પરિવર્તન નહીં લાવે અને દીપિકા પણ કોઈ પણ વસ્તુ ના બદલે તેવું જ ઈચ્છે છે.
- રણવિરે કહ્યું હતું કે,"લગ્ન બાદ સૌથી સારી બાબત એ છે કે મને એક પ્રકારના જાદૂનો અનુભવ થઈ રહ્યો છે. કોઈ એવી શક્તિ જેનાથી લાગે છે કે હું અજેય છું." રણવિર માને છે કે, લગ્ન બાદ તે જમીનથી જોડાયેલો અને સુરક્ષિત અનુભવે છે.
- લગ્ન બાદ જીવનમાં શું ચેન્જ આવ્યો તે અંગેના સવાલના જવાબમાં રણવિરે કહ્યું કે,"મને નથી લાગતું કે હું પરિણીત છું તેથી મારા કપડા કે અન્ય બાબતો બદલીશ. જો તે ઈચ્છા પ્રમાણે કુદરતી રીતે બદલાશે તો તે થવા દઈશ."
- રણવિરની ‘સિમ્બા’ 28 ડિસેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે. ફિલ્મ રીલિઝ પહેલા જ દીપિકાએ ‘સિમ્બા’ બ્લૉકબસ્ટર ગણાવી છે. તેણે કહ્યું હતું કે,"મને લાગે છે આ ફિલ્મ (સિમ્બા) ઘણી જ સફળ રહેશે."

લગ્ન બાદ ઓનસ્ક્રિન Kiss કરશે દીપિકા?


- રણવિર સિંહ સાથેના લગ્ન બાદ ફિલ્મફેરના એક ઈન્ટરવ્યૂમાં દીપિકાને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, લગ્ન બાદ તે ‘ઓનસ્ક્રિન નો કિંસિંગ ક્લોઝ’ને ફિલ્મ સાઈનીંગના કોન્ટ્રાક્ટમાં ઉમેરશે કે નહીં.
- આ સવાલ સાંભળતા જ દીપિકાએ રિએક્શન તરીકે ‘છી...’ કહી પોતે આમ નહીં કરે તેવો જવાબ આપ્યો હતો.
- દીપિકા તાજેતરમાં કિડ્સ ચોઈસ એવોર્ડમાં પહોંચી હતી ત્યારે તેણે પોતાના હનિમૂન પ્લાન વિશે પણ વાત કરી હતી. દીપિકાએ કહ્યું હતું કે,"મને લાગે છે કે ફિલ્મ ‘સિમ્બા’ ઘણી સફળ રહેશે. અમે હાલ ફિલ્મ રીલિઝ પર ફોક્સ કરી રહ્યાં છીએ અને પછી જ હનિમૂન તથા જન્મદિવસ વિશે વિચારીશું."

ફારૂક અબ્દુલાથી લઈને કપિલ સિબ્બલ સુધી: ઈશા અંબાણીના રિસેપ્શનમાં કયા કયા પાવરફૂલ લીડર્સ રહ્યા હાજર

X
Deepika Padukone Gave Surprising Reaction On No Kissing Clause in Film
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી