Bollywood / દીપિકા પાદુકોણ સાથે લગ્ન બાદ રણવિર સિંહ પર લાગ્યા પ્રતિબંધ, ભૂલથી પણ નથી કરી શકતો આ 3 કામ

લગ્ન પહેલા દીપિકાને અમુક મિનિટ મળવા પણ ફ્લાઈટથી તેની પાસે પહોંચી જતો રણવિર

divyabhaskar.com | Updated - Jan 14, 2019, 06:05 PM
Ranveer Singh Revealed 3 Things That He Can't Do After Marriage

મુંબઈઃ રણવિર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન 2018ના ગ્રાન્ડ લગ્નમાંથી એક હતા. આ બંને સ્ટાર્સના લગ્ન પર સંપૂર્ણ દેશની નજર હતી. લગ્નમાં માત્ર 30 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે તેઓ ભારત આવ્યા તે પછી 3 મોટા રિસેપ્શન અને અન્ય પાર્ટીઝ દોઢ મહિના સુધી ચાલી હતી. રણવિર સિંહ એક ટેલેન્ટેડ એક્ટર હોવાની સાથે ‘હસબન્ડ ઑફ ધ મિલેનિયમ’ બનશે તેવો તેણે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન દાવો કર્યો હતો. રણવિર સિંહે દીપિકા પાદુકોણ પ્રત્યે લગ્ન પહેલાની પોતાની ક્રેઝીનેસ અંગે વાત કરતા જણાવ્યું હતું કે,"હું દીપિકાને અમુક ક્ષણ, અમુક મિનિટ મળવા માટે પણ ઉડીને (ફ્લાઈટથી) તેની પાસે પહોંચી જતો હતો." જ્યારે રણવિરને પ્રશ્ન કરવામાં આવ્યો કે ‘અમુક મિનિટ માટે?’ તો તેણે જવાબમાં કહ્યું હતું કે,"હાં, મારા માટે આટલું ઘણું છે."

લગ્ન બાદ આ 3 કામ નથી કરી શકતો રણવિર સિંહ


- જ્યારે રણવિર સિંહને પ્રશ્ન કરવામાં આવ્યો કે, એવી કઈ 3 વસ્તુઓ છે કે જે તે લગ્ન બાદ કરી શકતો નથી. આ સવાલના જવાબમાં રણવિરે જણાવ્યું હતું કે,"પ્રથમ તો હું ઘરની બહાર વધુ સમય સુધી રહી શકતો નથી. બીજું કે, હું જમ્યા વગર ઘરમાંથી બહાર નીકળી શકતો નથી અને ત્રીજું હું કોલ્સ મિસ કરી શકતો નથી."
- એક પત્ની તરીકે દીપિકા પાદુકોણ રણવિરની લાઈફને સારી રીતે મેન્ટેન અને કંટ્રોલ કરી રહી છે તે રણવિરના જવાબોથી સમજી શકાય છે.
- ઉલ્લેખનીય છે કે,‘સિમ્બા’ની ગ્રાન્ડ સક્સેસ બાદ રણવિર સિંહ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ગલી બૉય’ અંગે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે આલિયા ભટ્ટ સાથે પ્રથમવાર સિલ્વર સ્ક્રિન પર જોવા મળશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થઈ રહી છે. જ્યારે બીજી તરફ દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ મેઘના ગુલઝારની ‘છપાક’ છે. જેનું શૂટિંગ દીપિકા માર્ચ આસપાસ શરૂ કરી શકે છે.

7 વર્ષ નાની ગર્લફ્રેન્ડની સાથે પૂલમાં રોમાન્ટિક મૂડમાં જોવા મળ્યો 45 વર્ષીય એક્ટર, 17 વર્ષ બાદ પત્નીને ડિવોર્સ આપી હવે ‘સુલતાન’ની એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ

X
Ranveer Singh Revealed 3 Things That He Can't Do After Marriage
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App