Home » Bollywood » Gossip » Ranveer Singh & Deepika Padukone Spotted in Matching Outfits On Airport

લગ્નના 5 દિવસ પહેલા રણવિર-દીપિકા ઈટાલી જવા રવાના, એરપોર્ટ પર મેચિંગ ડ્રેસમાં જોવા મળ્યા

Divyabhaskar.com | Updated - Nov 10, 2018, 03:53 PM

દીપિકા એકલી જોવા મળી, રણવિરની બહેન અને પેરેન્ટ્સ પણ એરપોર્ટ પર જોવા મળ્યા

 • Ranveer Singh & Deepika Padukone Spotted in Matching Outfits On Airport
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  મેચિંગ આઉટફિટમાં જોવા મળ્યા દીપિકા-રણવિર.

  મુંબઈઃ રણવિર સિંહ અને દીપિકા પાદુકોણ શુક્રવાર (9 નવેમ્બર)ના રાતે ઈટાલી જવા નીકળ્યા હતા. આ સમયે મુંબઈ એરપોર્ટ પર તેમને ફેન્સ અને મીડિયા ફોટોગ્રાફર્સે ઘેરી લીધા હતા. પરંતુ દીપિકાએ કોઈ વાતચીત કરી નહીં. માત્ર સ્માઈલ આપી અને ત્યાંથી નીકળી ગઈ. જોકે, રણવિર સિંહ પોતાની એક્સાઈટમેન્ટ છુપાવી શક્યો નહીં અને ફ્લાઈંગ kiss પણ આપી. આટલું જ નહીં રણવિર ફિલ્મ DDLJના ફેમસ ગીત ‘ડોલી સજા કે રખના...’વગાડતો જોવા મળ્યો હતો.

  દીપિકા એકલી હતી, જ્યારે રણવિર બહેન અને પેરેન્ટ્સ સાથે જોવા મળ્યો...


  - એરપોર્ટ પર દીપિકા અને રણવિર અલગ-અલગ કારથી પહોંચ્યા હતા. રીતિકા ભવનાની, માતા અંજુ ભવનાની અને પિતા જગજીત ભવનાની પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
  - રસપ્રદ વાત એ હતી કે દીપિકા અને રણવિરે મેચિંગ વ્હાઈટ આઉટફિટ પહેર્યા હતા. રણવિર અને દીપિકા ઈટાલીમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહ્યાં છે. તેમના લગ્નના ફંકશન 14-15 નવેમ્બરના ઈટાલીના લેક કોમોમાં થશે.

  - એવુ જણાવવામાં આવી રહ્યું છે કે, દીપિકા દક્ષિણ ભારતીય હોવાથી 14મીએ દક્ષિણ ભારતીય પરંપરા અનુસાર અને રણવિરના સિંધી હોવાના કારણે 15એ સિંધી પરંપરા અનુસાર લગ્ન થશે. 1 ડિસેમ્બરના મુંબઈમાં તેમનું રિસેપ્શન યોજાશે.

  રણવિર-દીપિકા ખરીદશે ઘરઃ
  સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણવિર સિંહ તથા દીપિકા પાદુકોણ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના બંગલા 'મન્નત'ની જેવો જ બંગલો લેવાના છે. આ બંગલાની કિંમત 70 કરોડ રૂપિયાની આસપાસ હોય તેમ માનવામાં આવે છે. દીપિકા-રણવિર નવા ઘરની ખરીદી કરવામાં કોઈ જલ્દબાજી કરવામાં માનતા નથી. તેઓ આ પ્રોપર્ટી આરામથી ખરીદવા માંગે છે. ત્યાં સુધી રણવિર, દીપિકાનાં ઘરે જ રહેશે.

  હાલમાં જ યોજાઈ નંદી પૂજાઃ


  શુક્રવાર(બીજી નવેમ્બર)ના રોજ બેંગલુરૂમાં દીપિકા પાદુકોણની નંદી પૂજા યોજાઈ હતી. જ્યારે મુંબઈમાં રણવિર સિંહની હલ્દી સેરેમની યોજાઈ હતી.

  20 લાખ રૂ.નું મંગળસૂત્રઃ


  સૂત્રોના મતે, રણવિરે દીપિકા માટે એક ડિઝાઈનર મંગળસૂત્ર ખરીદ્યું છે. આ મંગળસૂત્રની કિંમત 20 લાખ રૂપિયા હોવાના અહેવાલ છે. વળી દીપિકાએ પણ ભાવિ પતિ રણવિર માટે 200 ગ્રામની એક મોંઘીદાટ ચેન ખરીદી છે. મંગળસૂત્ર ઉપરાંત દીપિકાએ 2 નેકલેસ પણ લીધા છે, તેના બાકીના ઘરેણાં પણ ખરીદી લેવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકાના તમામ ઘરેણાંની કિંમત 1 કરોડ રૂપિયા છે. દીપિકા અને રણવિરના લગ્નનું શોપિંગ મુંબઈના અંધેરીમાંથી કરવામાં આવ્યું છે.

  શૅફ પાસે સાઈન કરાવ્યા બૉન્ડઃ


  સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકા તથા રણવિર પોતાના લગ્નને ભવ્ય બનાવવા માંગે છે. આથી જ તેમણે શૅફ પાસે બૉન્ડ સાઈન કરાવ્યા છે કે તેમના લગ્નમાં જે ડિશ બનાવવામાં આવી હતી તે હવે પછી ક્યારેય બનશે નહીં. આટલું જ નહીં વેઈટર્સને પણ વેડિંગ થીમ સાથે મેચ થાય તેવા જ યુનિફોર્મ આપવામાં આવશે.

  લગ્નમાં મહેમાનો નહીં લઈ જઈ શકે ફોનઃ


  દીપિકા તથા રણવિર ઈટાલીના લેક કોમોના Villa del Balbianelloમાં યોજાવાના છે. 18મી સદીમાં બનેલા આ વીલામાં અત્યાર સુધીમાં ઘણાં જ હોલિવૂડ સ્ટાર્સે લગ્ન કર્યાં છે.

  પાદુકોણ પરિવાર પહેરશે આ ડિઝાનર્સના આઉટફિટઃ


  દીપિકા પાદુકોણ પોતાના લગ્નમાં ફેશન ડિઝાઈનર સબ્યાસાચીનાં ડિઝાઈનર આઉટફિટ પહેરવાની છે. દીપિકા જ નહીં પરંતુ એક્ટ્રેસનો પરિવાર પણ આ જ ડિઝાઈનરના કપડાં પહેરવાનો છે. રણવિર સિંહ કયા ડિઝાઈનરનાં કપડાં પહેરેશે, તે હજી નક્કી નથી.

  પાર્ટી બાદ સંજુબાબાએ પત્રકારો માટે કર્યો ગંદી ભાષાનો ઉપયોગ, આમ આપી ગાળોની ‘સપ્રેમ દિવાળી ભેટ’

 • Ranveer Singh & Deepika Padukone Spotted in Matching Outfits On Airport
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  રણવીર સિંહ ઘરેથી એરપોર્ટ જવા નીકળતા સમયે.
 • Ranveer Singh & Deepika Padukone Spotted in Matching Outfits On Airport
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  એરપોર્ટ પર ફોટોગ્રાફર્સને પોઝ આપતી દીપિકા પાદુકોણ.
 • Ranveer Singh & Deepika Padukone Spotted in Matching Outfits On Airport
  રણવીરની બહેન રિતિકા, પિતા જગજીત અને માતા અંજુ ભવનાની.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ