કાર અકસ્માતમાં બચી ગયો રણવીર સિંહ, ગર્લફ્રેન્ડ દીપિકાએ કરી ડ્રાઈવરની હકાલપટ્ટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ તાજેતરમાં એક રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા બચ્યો હતો. એક અંગ્રેજી વેબસાઈટની રિપોર્ટ અનુસાર, રણવીર સિંહ પોતાની કારથી કોઈ સ્થળે જઈ રહ્યો હતો ત્યારે જ ડ્રાઈવરે ગાડી પરનો કંટ્રોલ ગુમાવ્યો અને ગાડી દિવાલ સાથે ટકરાઈ હતી. આ સમયે પાછળથી આવતી એક ગાડી તેમની કારને અથડાઈ હતી. જોકે રણવીર સિંહને કોઈપણ પ્રકારની ઈજા થઈ નહોતી.

 

ગર્લફ્રેન્ડ દીપિકાને થઈ અકસ્માતની જાણ તો કરી ડ્રાઈવરની હકાલપટ્ટી....


- રણવીરે આ અકસ્માત બાદ પોતાના ડ્રાઈવરને બરાબરનો ઠપકો આપ્યો હતો. જોકે રસપ્રદ વાત એ છે કે, આ ઘટનાની જાણ દીપિકા પાદુકોણને થતા તેણે કાર ડ્રાઈવરની હકાલપટ્ટી કરી હતી. 
- આ ઉપરાંત દીપિકાએ પણ ડ્રાઈવરને ઘણો ઠપકો આપ્યો હતો. કારણ કે, રણવીરની કાર પાછળ આવતા અન્ય વાહનની સ્પીડ વધારે હોત તો અકસ્માત વધુ ગંભીર હોત.
- એક અહેવાલ અનુસાર, થોડા દિવસ અગાઉ જ્યારે રણવીર અને દીપિકા એકસાથે જઈ રહ્યાં હતા ત્યારે પણ આ જ ડ્રાઈવરે એક અકસ્માત કર્યો હતો.

 

(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીર.....)

અન્ય સમાચારો પણ છે...