• Gujarati News
  • National
  • કપૂર ફેમિલી આલિયા માટે છે રાજી I Kapoor Family Is Happy With Alia For Ranbir

રણબીર જ નહીં પરંતુ કપૂર ખાનદાન આલિયાને વહુ બનાવવા છે ‘રાજી’, આ રહ્યો પુરાવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બે દિલ એકલા પડ્યા ત્યારે થયા એક, કંઈક આવું જ થયું છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની સાથે. હવે વાત ઘણી આગળ વધી ગઈ છે. રણબીરના પિતા રીષિ કપૂરે એક ટ્વિટ થકી જણાવ્યું કે, આલિયા ભટ્ટ તેમને પુત્રવધૂ તરીકે ગમે છે. વાસ્તવમાં રીષિએ એક ટ્વિટ કરી ભટ્ટ પરિવારની ઘણી પ્રશંસા કરી છે. આ ઉપરાંત તાજેતરમાં આલિયા ભટ્ટના જન્મદિવસ પર રણબીરની માતા નીતૂ કપૂર પણ હાજર રહી હતી. નીતૂ કપૂર અને આલિયા વચ્ચે સોશિયલ મીડિયા પર વધતી મિત્રતા જોવા મળી. એક અહેવાલ અનુસાર, રણબીરના અત્યારસુધીના રિલેશન(અફેર્સ) પર તેની માતા આટલી ખુશ નહોતી જોવા મળી. બસ તેના કારણે જ હવે ચર્ચા થવા લાગી છે કે, રણબીર અને આલિયાનો સંબંધ કપૂર પરિવારમાં સ્વીકાર્ય છે. બની શકે આલિયા ભટ્ટ આવનારા અમુક સમયમાં આલિયા કપૂર બને.

 

બ્રેકઅપ બાદ એકબીજાની નજીક આવ્યા આલિયા-રણબીર


- રણબીર અને આલિયા બંનેને પ્રેમમાં દગો મળ્યો છે. એક સમય હતો જ્યારે આલિયા અને સિદ્ધાર્થ મલ્હોત્રા એકબીજાના પ્રેમમાં હતા. જોકે સિદ્ધાર્થ આલિયાને છોડી જેકલીન ફર્નાન્ડિઝનના પ્રેમમાં પડ્યો, જ્યારે રણબીર અને કેટરીના કૈફે એક જ ઘરમાં 6 વર્ષ પસાર કર્યા. જોકે તે પછી કેટ પાછી સલમાન પાસે પહોંચી ગઈ. બ્રેકઅપ થયા બાદ આલિયા અને રણબીક ‘બ્રહ્માશસ્ત્ર’ની શૂટિંગ માટે મળ્યો તો તેમની વચ્ચે નિકટતા પણ વધી. આલિયા અને રણબીરે પણ એવા નિવેદન આપ્યા છે જે તેમના સંબંધને આગળ લઈ જવાના સંકેત આપે છે. આલિયાએ રણબીર તેનો ક્રશ હોવાની અને તેની સાથે લગ્ન કરવાની વાત કરી ચૂકી છે. બીજી તરફ રણબીરે પણ આલિયાને પોતાનો ક્રશ ગણાવ્યો હતો. 

 

ડિનર ડેટ પર પણ જોવા મળી ચૂક્યા છે આલિયા-રણબીર


- તાજેતરમાં આ કપલ શૂટ બાદ ઘણીવાર ડિનર પર જોવા મળ્યો છે. સોનમ કપૂરના રિસેપ્શનમાં પણ રણબીર-આલિયા એકબીજાના હાથમાં હાથ નાખી આવ્યા હતા. બંનેએ રોમાંટિક પોઝમાં તસવીરો પણ ક્લિક કરાવી હતી. કરન જોહરના શોમાં આલિયાએ રણબીરના પ્રેમમાં હોવાની વાત પણ કરી હતી. આલિયાએ કરીના અને કરિશ્મા સાથે પણ સારી એવી મિત્રતા કરી લીધી છે, બીજી તરફ ‘કપૂર એન્ડ સન્સ’માં તે રીષિ કપૂર સાથે કામ કરી ચૂકી છે.

 

(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો................)