શ્રીદેવીનો રોલ કરી ચમક્યું બોલિવૂડ એક્ટ્રેસનું નસીબ, માત્ર 20 મિનિટના રોલ માટે મળી આટલી રકમ

NTRની બાયોપિકમાં બનશે શ્રીદેવી, બે ભાગમાં બનવાની છે ફિલ્મ

divyabhaskar.com | Updated - Oct 11, 2018, 05:33 PM
Rakul Preet Singh Got 1 Crore Rupee For Her 20 Minute Role in The Film

મુંબઈઃ સાઉથ સુપરસ્ટાર એનટીઆરની બાયોપિક ફિલ્મમાં બોલિવૂડની ‘ચાંદની’ શ્રીદેવીનો રોલ કરી રહેલી રકુલ પ્રીતને ભારે ભરખમ ફી આપવામાં આવી રહી છે. આ ફિલ્મમાં રકુલનો રોલ માત્ર 20 મિનિટનો રહેશે. તાજેતરમાં રકુલનો શ્રીદેવી વાળો લુક પણ રીલિઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ 2 ભાગમાં રીલિઝ થશે. ઉલ્લેખનીય છે કે, શ્રીદેવીએ એનટીઆર સાથે 20 ફિલ્મ્સમાં કામ કર્યું છે. હવે તેમની પર બની રહેલી ફિલ્મમાં શ્રીદેવીનો રોલ કરનાર રકુલને 20 મિનિટના રોલ માટે 1 કરોડ રૂપિયા ફી તરીકે આપવામાં આવી રહ્યાં છે.

બે ભાગમાં રીલિઝ થશે એનટીઆરની બાયોપિક

- રકુલે પોતાના જન્મદિવસે ફિલ્મમાંનો તેનો શ્રીદેવીવાળો લુક શેર કર્યો હતો. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે,‘હાજર છે શ્રીદેવીનો પ્રથમ લુક, આશા છે બધાને આ ગમશે.’
- તસવીરમાં રકુલે સ્વ. એક્ટ્રેસ શ્રીદેવીની ફેવરિટ સફેદ પ્રિન્ટેડ સાડી પહેરી હતી. આ સાથે તેણે ડાયમંડ જ્વેલરી અને સફેદ બિંદી લગાવી હતી.
- ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર એનટીઆરની બાયોપિક એક મોટી ફિલ્મ છે જેનું ડિરેક્શન કૃષ કરી રહ્યાં છે. ફિલ્મ બે બાગમાં રીલિઝ થશે, પ્રથમ ભાગ 9 જાન્યુઆરી 2019માં રીલિઝ થશે. જ્યારે બીજો ભાગ પ્રજાસત્તાક દિવસના રીલિઝ કરવામાં આવશે.
- આ ફિલ્મમાં વિદ્યા બાલન પણ મહત્વપૂર્ણ રોલમાં જોવા મળશે. વિદ્યા ફિલ્મમાં એનટીઆરની પત્નીનો રોલ કરશે. આ ફિલ્મ સાથે વિદ્યા ટોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.
- આ ફિલ્મનું બજેટ 50 કરોડ રૂપિયા છે. સુપરસ્ટાર એનટીઆરનું સંપૂર્ણ નામ નંદમુરી તારકા રામા રાવ છે અને તેમના જીવન પર ફિલ્મ બની રહી છે.
- એનીટીઆર રાવ એક એક્ટર હોવાની સાથે-સાથે પ્રોડ્યૂસર, ડિરેક્ટર, એડિટર અને રાજકરણી પણ હતા. તેમણે દક્ષિણ રાજ્ય આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે 7 વર્ષ સુધી સત્તા સંભાળી હતી.

રેડ હૉટ ડ્રેસમાં ગ્લેમરસ લાગી ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરા, આટલો મોંઘો ડ્રેસ પહેરી પહોંચી મંગેતરને મળવા!

X
Rakul Preet Singh Got 1 Crore Rupee For Her 20 Minute Role in The Film
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App