Divya Bhaskar

Home » Bollywood » Gossip » Rajkumar Rao Was Part Of Fanney Khan And Will Also Seen in Stree

ભોજન માટે પણ મિત્રો પર નિર્ભર રહેતો હતો રાજકુમાર રાવ, માત્ર અમુક રૂપિયામાં જ ચલાવતો આખો મહિનો

Divyabhaskar.com | Updated - Aug 08, 2018, 07:39 PM

રાજકુમારે બોલિવૂડમાં લોકપ્રિયતા મેળવવા ઉપરાંત નેશનલ એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

  • Rajkumar Rao Was Part Of Fanney Khan And Will Also Seen in Stree

    મુંબઈઃ ‘સિટીલાઈટ્સ’, ‘શાદી મેં જરુર આના’ અને ‘ન્યૂટન’ જેવી શાનદાર ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલો રાજકુમાર રાવ પોતાની ફિલ્મ ‘ફન્ને ખાન’ના કારણે ચર્ચામાં છે. આ ઉપરાંત રાજકુમારની શ્રદ્ધા કપૂર સાથેની ફિલ્મ ‘સ્ત્રી’ પણ રીલિઝ થવા જઈ રહી છે. પોતાના એક્ટિંગ ટેલેન્ટ થકી રાજકુમારે બોલિવૂડમાં લોકપ્રિયતા મેળવવા ઉપરાંત નેશનલ એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે. જોકે રાજકુમાર રાવને સફળતા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, ત્યાંસુધી કે બે ટાઈમ ખાવા માટે પણ તેણે મિત્રો પર નિર્ભર રહેવું પડતું હતું.

    મોટો રોલ ન મળે તો પણ નહોતો થતો નિરાશ

    - તાજેતરમાં રાજકુમાર રાવે પોતાના સંઘર્ષના દિવસો અંગે જણાવ્યું હતું કે,"મને મુંબઈમાં નાની-મોટી જાહેરાત મળી જતી હતી. ઘણી જાહેરાત એવી પણ હતી, જે તમને થોડા સમય પછી યાદ પણ નથી રહેતી. હું ઘણી જાહેરાતમાં 10મા નંબરે ઉભો રહેતો હતો."
    - રાજકુમારે આગળ જણાવ્યું હતું કે,"હું લગભગ 10 હજાર રૂપિયા મહિને કમાતો હતો છતાં અમુક દિવસ એવા હતા જ્યારે મારી પાસે કંઈ નહોતું રહેતું અને મને મિત્રોને ફોન કરી ખાવાનો જુગાડ કરવો પડતો હતો."
    - "હું હંમેશા ઑડિશન્સ માટે ભટક્તો રહેતો હતો. ઘણા ડિરેક્ટર્સ અને કાસ્ટિંગ ડિરેક્ટર્સ સાથે મુલાકાત કરતો હતો. મને મોટો રોલ નહોતો મળતો છતાં નિરાશ નહોતો થતો, મને લાગતું હતું કે કોઈને કોઈ તો હશે જે મારા ટેલેન્ટને ન્યાય આપશે."
    - રાજકુમાર રાવે કહ્યું હતું કે,"જ્યારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે શાહરૂખ ખાનથી ઘણો પ્રભાવિત હતો. હું તેના પોસ્ટર્સ જોતો રહેતો હતો અને ઘણીવાર વિચારતો કે જો શાહરૂખ જેવો ઈન્ડસ્ટ્રી બહારનો એક્ટર બોલિવૂડ પર રાજ કરી શકે છે તો મારા માટે પણ આમ થવાની આશા તો છે."

    દીકરા આરવની બોલિવૂડમાં એન્ટ્રી કરવા પર બોલ્યો અક્ષય કુમાર, કહ્યું,‘તેને માત્ર અભ્યાસમાં છે રસ’

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending