Home » Bollywood » Gossip » Real Story Behind Puneet Issar Amitabh Bachchan Fight Scene In Coolie

‘કુલી’માં અમિતાભને મુક્કો મારી મોતની નજીક પહોંચાડનાર પુનીતને દુનિયાએ ગણાવ્યો હતો વિલન, અનેક ફિલ્મ્સ છિનવાઈ, 6 વર્ષ ના મળ્યું કામ પરંતુ બિગ બીએ જે કર્યું એ જોઈ પુનીત પણ ચોંક્યો હતો

Divyabhaskar.com | Updated - Sep 13, 2018, 12:37 PM

‘કુલી’ના સેટ પર તે દિવસે વાસ્તવમાં શું થયું હતું?

 • Real Story Behind Puneet Issar Amitabh Bachchan Fight Scene In Coolie

  મુંબઈઃ આ વાત તો તમામ લોકો જાણે છે કે ફિલ્મ ‘કુલી’ના શૂટિંગ દરમિયાન એક ફાઈટ સીનમાં એક્ટર પુનીત ઈસ્સરે અમિતાભને મુક્કો માર્યો હતો અને તેમના આંતરડા ફાટી જવાને કારણે બિગ બીને મૃત્યુ સામે લડાઈ લડવાનો વારો આવ્યો હતો. અમિતાભને મુક્કો કેવી રીતે વાગ્યો? શું પુનીતે અમિતાભને જાણીજોઈને મુક્કો માર્યો હતો. આ વાતનો જવાબ પુનીત ઈસ્સરે એક ઈન્ટરવ્યૂમાં આપ્યો હતો. પુનીત ઈસ્સરનો જન્મ 12 સપ્ટેમ્બરના રોજ થયો હતો. આ સમયે અમે તમારી સમક્ષ જણાવી રહ્યાં છીએ કે, વાસ્તવમાં ‘કુલી’ના સેટ પર થયું શું હતું? પુનીતે જણાવ્યું કે, વાસ્તવમાં ફાઈટ સીનમાં તેને અમિતાભને મુક્કો મારવાનો હતો. પુનીત કરાટેમાં 8th ડાઉન બ્લેક બેલ્ટ રહ્યાં હતા. ફાઈટ ચાલી રહી હતી ત્યારે અમિતાભ એક બોર્ડથી ટકરાઈને આગળ આવ્યા અને ત્યારે જ પુનીતનો મુક્કો તેમને વાગ્યો હતો. જો અમિતાભ બોર્ડથી ટકરાઈ આગળ ન આવતા તો મુક્કાની આટલી જોરદાર અસર થાત નહીં. આ દુર્ઘટના બાદ મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અમિતાભની સારવાર થઈ અને તેઓ સફળ રીતે બોલિવૂડ કમબેક કરી શક્યા અને હજુ પણ કાર્યરત છે.

  એક મુક્કાને કારણે પુનીતના કરિયર પર થઈ ગંભીર અસર


  - મુક્કાને કારણે ઈજા અમિતાભને થઈ પણ ગંભીર અસર પુનીત ઈસ્સરના કરિયરને પણ થઈ હતી. તેને ‘મર્દ’ જેવી ઘણી ફિલ્મ્સમાંથી બહાર કરી દેવામાં આવ્યો.
  - પુનીતે જ આ વાતનો ખુલાસો કર્યો કે, તેને 6 વર્ષ સુધી કોઈ કામ મળ્યું નહીં. ખાસ કરીને કોઈ તેને વિલનનો રોલ આપવા માટે તૈયાર નહોતું.
  - લોકો ડરતા કે ફાઈટ સીનમાં ફરી અમિતાભવાળી દુર્ઘટના ના બની જાય. પુનીતે જણાવ્યું હતું કે, ડિરેક્ટર્સ અને પ્રોડ્યૂસરને એ વાતનો ડર પણ હતો કે પુનીતને કામ આપવા પર અમિતાભ નારાજ થઈ જશે. જોકે બિગ બીના દિલમાં આવી કોઈ ભાવના નહોતી.

  અમિતાભે પુનીતને બોલાવ્યો હોસ્પિટલ


  - પુનીતે જણાવ્યું હતું કે, લોકોએ તેને વિલન માની લીધો હતો, ઈન્ડસ્ટ્રીએ પણ સાથ છોડી દીધો. જોકે તે સમયે અમિતાભે જે દરિયાદિલી દેખાડી તેને પુનીત આજે પણ ભુલાવી શક્યા નથી. તે આજે પણ એ વાત યાદ કરી ભાવુક થઈ જાય છે.
  - અમિતાભે પુનીતને બ્રીચ કેન્ડી હોસ્પિટલ બોલાવ્યો હતો અને કહ્યું કે, તે પોતાને દોષી ન માને કારણ કે તેમાં તેની ભૂલ નહોતી.
  - આ સમયે અમિતાભના ગળામાં પાઈપ લાગેલી હતી અને તેઓ બરાબર બોલી પણ શકતા નહોતા. તેમછતાં અમિતાભે પુનીતને એક કિસ્સો સંભળાવ્યો હતો.
  - અમિતાભે પુનીતને જણાવ્યું કે, પ્રકાશ મેહરાની એક ફિલ્મમાં વિનોદ ખન્ના અને તેમની વચ્ચે એક ફાઈટ હતી. આ સીનમાં અમિતાભને વિનોદ ખન્નાની તરફ એક કાંચ ફેંકવાનો હતો. આ સમયે વિનોદ ખન્નાએ જુકવાનું હતું. ઘણીવાર રિહર્સલ પણ થઈ. પરંતુ વાસ્તવમાં સીન શૂટ થયો ત્યારે વિનોદ ખન્ના જુક્યા નહીં અને કાંચ તેમના ચેહરા પર વાગતા તેમેન 7-8 ટાંકા લેવા પડ્યા હતા.
  - આ સમયે અમિતાભ પણ પોતાને દોષી માનતા હતા. પરંતુ વિનોદ ખન્નાએ અમિતાભને ચીયરઅપ કરતા કહ્યું કે, તેમની ભૂલ નહોતી. આટલુ જ નહીં અમિતાભ તે સ્થિતિમાં બેડ પરથી ઉભા થયા અને પુનીતના ખભા પર હાથ રાખી હોસ્પિટલની બહાર આવ્યા. જેથી ત્યાં હાજર મીડિયા અને ઈન્ડસ્ટ્રીના લોકો જાણી લે કે અમિતાભને પુનીત અંગે કોઈ ફરિયાદ નથી.
  - અમિતાભના આ સપોર્ટના પરિણામે જ પુનીતે હિન્દી ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં કુલ 300 ફિલ્મ્સ કરી હતી. ટીવી સીરિયલ મહાભારતમાં દુર્યોધનનો તેમનો રોલ તો યાદગાર બની ગયો.

  આ કાઠિયાવાડી પાસે એક સમયે નહોતા ટ્યૂશનના 30 રૂ., KBCમાં જીત્યા 25 લાખ રૂપિયા

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ