તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુંદરતામાં પ્રિયંકા ચોપરા કરતાં આગળ છે જેઠાણી સોફીચ સગાઈ પર કહ્યું, ''સારા દિયર બાદ મને સારી દેરાણી પણ મળી ગઈ''

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ પ્રિયંકા ચોપરાએ 18 ઓગસ્ટના રોજ અમેરિકન સિંગર તથા એક્ટર નિક જોનાસ સાથે સગાઈ કરી હતી. આ સગાઈમાં નિક પોતાના પાપા પોલ કેવિન જોનાસ(સીનિયર), માતા ડેનિસ જોનાસ સાથે આવ્યો હતો. તો નિકના ત્રણ ભાઈઓ કેવિન(જુનિયર,30 વર્ષ), જો જોનાસ(28 વર્ષ), ફ્રેંકી જોનાસ(17 વર્ષ) તથા થનાર ભાભી(જેઠાણી) સોફી ટર્નરે સોશ્યિલ મીડિયામાં પ્રિયંકાનું વેલકમ કર્યું હતું.


પ્રિયંકાથી 14 વર્ષ નાની છે જેઠાણીઃ
સોફી ટર્નરે પ્રિયંકા-નિકને સગાઈની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું, ''મારા પાસે પહેલેથી જ એક સારો દિયર હતો અને હવે એવી જ દેરાણી મળી. જે બહાર અને અંદર મનથી સુંદર છે. બંનેને પરિવારમાં વેલકમ કરવા માટે હું ઘણી જ ઉત્સાહી છું.'' સોફી સિવાય પ્રિયંકાના ભાવિ જેઠ જો, સસરા પોલ કેવિન, સાસુમા ડેનિસે પણ સોશ્યિલ મીડિયામાં વહુ પ્રિયંકાનું સ્વાગ કર્યું હતું. પ્રિયંકાના ભાવિ જેઠ એટલે કે નિકનો બીજા નંબરનો ભાઈ જો જોનાસનાં લગ્ન થવાના બાકી છે. તેના લગ્ન સોફી ટર્નર સાથે આવતા વર્ષ થશે. સોફી અને જોએ ગયા વર્ષે ઓક્ટોબરમાં સગાઈ કરી હતી. સુંદરતામાં સોફી પ્રિયંકા કરતાં પણ આગળ છે. સોફી હજી માંડ 22 વર્ષની જ છે.


આ ફિલ્મ્સ-શોમાં કરી ચૂકી છે કામઃ
'ગેમ ઓફ થ્રોન્સ' ફૅમ સોફીએ અત્યાર સુધીમાં  Another Me(2013), Barely Lethal(2015), X-Men: Apocalypse(2016), Josie(2018) જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેની પાસે હાલમાં 3 હોલિવૂડ પ્રોજેક્ટ્સ છે. સોફીને 'ગેમ ઓફ થ્રોન્સ' માટે આઠ વાર એવોર્ડ શોમાં નોમિનેશન મળ્યું છે. જેમાં ત્રણવાર તે એવોર્ડ જીતી ચૂકી છે. આ સાથે જ 2016માં બેસ્ટ ગ્લોબલ એક્ટ્રેસનો એવોર્ડ પણ જીત્યો હતો. પ્રિયંકા તથા સોફી વચ્ચે સારું બોન્ડિંગ છે. ન્યૂયોર્કમાં બંને અનેકવાર સાથે ડિનર પર જોવા મળ્યાં હતાં.


ચાર ભાઈ છે નિક જોનાસઃ
નિકના પિતા પોલ કેવિન જોનાસ તથા માતા ડેનિસ મિલરે 15 ઓગસ્ટ, 1985માં લગ્ન કર્યાં હતાં. તેમને ચાર સંતાનો છે. જેમાં કેવિન જોનાસ(જુનિયર) સૌથી મોટો છે. તેની ઉંમર 30 વર્ષ છે. પછી જો જોનાસ(28 વર્ષ), નિક જોનાસ(25 વર્ષ) તથા ફ્રેંકી જોનાસ(17 વર્ષ) છે. આ ચારે ભાઈઓ અમેરિકન સિંગર તથા એક્ટર છે. કેવિન જોનાસના લગ્ન થઈ ચૂક્યા છે. તેની પત્નીનું નામ ડેનિયલ છે. પ્રિયંકાને બે જેઠાણી ડેનિયલ તથા સોફી છે. પ્રિયંકાને કોઈ નણંદ નથી.

 

 

એક જ ફ્રેમમાં પ્રિયંકા ચોપરાનું પિયર અને સાસરું, ફેમિલી ફોટોમાં પોઝ આપવાને બદલે નિક સાથે બિઝી જોવા મળી પ્રિયંકા